રાજ્યમાં રૂપાણી શાસનના 5 વર્ષ પુર્ણ થતા નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યાના 5 વર્ષ પુર્ણ થતા રાજ્યમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે. તે અતર્ગત આજે રાજ્યમાં નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી. સરકાર દ્વારા પાંચ વર્ષ પુર્ણ થતા પાંચ દિવસની ઉજવણી કરાઈ રહી છે.
વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યાના 5 વર્ષ પુર્ણ થતા રાજ્યમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે. તે અતર્ગત આજે રાજ્યમાં નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી. સરકાર દ્વારા પાંચ વર્ષ પુર્ણ થતા પાંચ દિવસની ઉજવણી કરાઈ રહી છે. આજે ચૌથો દિવસ હતો. આજે સરકારે નારી ગૌરવ દિવસની ઉજવણી કરી હતી. બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો અને સાથે સાથે અન્ય યોજનાઓની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આજે વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજી ઉજવણી કરાઈ હતી. નર્મદામાં બચુ ખાબડ, મહેસાણામાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, આણંદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સુરેન્દ્રનગરમાં આર સી ફળદુની અધ્યક્ષતામાં ઉજવળી કરાઈ હતી.
એક તરફ સરકારની ઉજવણી તો બીજી તરફ કોંગ્રેસ રસ્તા પર ઉતરી હતી. તાપી, રાજકોટ, અમદાવાદ, પોરબંદર અને ભરૂચમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. તાપીમાં કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી કાર્યકર્તાઓ સાથે રસ્તા પર ઉતર્યા હતા, આ ઉપરાંત રાજકોટમાં અમિત ચાવડા, અમદાવાદમાં મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ પોરબંદર અને ભરૂચમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો.












Click it and Unblock the Notifications
