મળશે 2 લાખની સબસીડી, જાણો શું છે મહિલા સ્વાવલંબન યોજના

What is mahila swavalamban yojana in Gujarati: ગુજરાતમાં મહિલાઓને આર્થિકરીતે પગભર બનાવવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અમલી બનાવાઈ છે.

મહિલા સ્વાવલંબન યોજના હેઠળ રાજ્યની મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 2 લાખ સુધીની બેંક લોન આપવામાં આવે છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વાવલંબન યોજના નારીશક્તિને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી આપવાનું એક સરાહનીય પગલું છે.

મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતી મહિલાઓને બ્યૂટી પાર્લર, દરજીકામ, અગરબત્તી તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે રૂપિયા 2 લાખ સુધીની લોન આપવામાં આવે છે.

રાજ્યની 18 થી 65 વર્ષની ઉંમરની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનામાં સબસીડીનું ધોરણ કેટેગરી મુજબ નક્કી કરવામાં આવે છે.

What is mahila swavalamban yojana in Gujarati

જેમાં જનરલ કેટેગરીની મહિલા માટે પ્રોજેક્ટ કોસ્ટના 30 ટકા અથવા મહત્તમ રૂપિયા 60000 અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે 30 ટકા અથવા રૂપિયા 50000 તેમજ વિધવા મહિલા તથા 40 ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલાઓને 40 ટકા અથવા રૂપિયા 80000 બંને માંથી જે ઓછું હોય તેટલી સબસિડી મળવાપાત્ર છે.

મહિલા સ્વાવલંબન યોજના હેઠળ શહેરી વિસ્તારમાં જેમના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 150000 અને ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 120000 સુધીની હોય તેવી કોઈપણ મહિલા અરજી કરી શકે છે.

મહિલા સ્વાવલંબન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે જરૂરિયાત મુજબની સહાય આપવાનો છે.

મહિલા સ્વાવલંબન યોજના થકી ગાંધીનગરના પરમાર હર્ષાબેન આનંદભાઈએ પોતાનો વ્યવસાય શરૂ કરી સફળતાની નવી ઊંચાઈઓ સર કરી છે.

શરૂઆતમાં હર્ષાબેન પ્રાઇવેટ નોકરી કરીને માસિક રૂપિયા 15000 પગાર મેળવતા હતા. ત્યારબાદ તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા જાગી હતી.

મહિલા સ્વાવલંબન યોજના વિશે જાણ્યા બાદ તેમણે કાપડની દુકાન શરૂ કરવા માટે અરજી કરી. યોગ્ય ચકાસણી બાદ તેમને રૂપિયા 200000ની લોન ઓછા વ્યાજ દરે મંજૂર કરવામાં આવી હતી.

આજે હર્ષાબેન પોતાની દુકાન સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે, અને નોકરી કરતાં વધુ સારી કમાણી કરી રહ્યા છે. આ વ્યવસાયની આવકથી તેઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી રહ્યા છે અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ બની રહ્યા છે.

મહિલા સ્વાવલંબન યોજના મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હર્ષાબેનની સફળતાની કહાની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.

હર્ષાબેન મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા અમલીકૃત મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત હર્ષાબેન જેવી ગુજરાતની અનેક મહિલાઓએ પોતાનો વ્યવસાય શરૂ કરી સફળતાની નવી ઊંચાઈઓ સર કરી છે.

મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા ઈચ્છુક મહિલાઓ પોતાના જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી યોજનાનું ફોર્મ મેળવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X