Women's Day 2025: ડિજિટલ યુગમાં મહિલાઓની શારીરિક સમસ્યા વધી રહી? જાણો ફિઝિયોથેરાપિસ્ટ ભૂમિકા ગોહિલનો મત
8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમગ્ર દુનિયા કરી રહી છે. વર્તમાન ડિજિટલ યુગમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં મહિલાઓ બેઠાળું જીવન, ખરાબ જીવન શૈલી અને વ્યસ્તતાના કારણે પોતાના આરોગ્યની સંભાળ રાખી શકતા નથી.

મહિલાઓની શારીરિક સમસ્યા અને તેના સમાધાન માટે વનઈન્ડિયા ગુજરાતી દ્વારા વડોદરા શહેરમાં પ્રેક્ટિસ કરતા ફિઝિયોથેરાપિસ્ટ ભૂમિકા ગોહિલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મુક્ત મને મહિલાઓની સમસ્યા અને તેના સમાધાન વિશે ચર્ચા કરી છે.
તમારા મતે ફિઝિયોથેરાપી મહિલાના સ્વાસ્થ્યમાં, ખાસ કરીને પ્રિનેટલ અને પોસ્ટનેટલ કેર જેવા ક્ષેત્રમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે?
આજકાલના વ્યસ્ત જીવનશૈલીનાં લીધે મહિલાઓમાં પ્રેગનન્સી વખતે ઘણી તકલીફો જોવા મળે છે. પ્રીનેટલ અને પોસ્ટનેટલ ફિઝીયોથેરાપીથી શરીરને પ્રેગનન્સી દરમિયાન અને એના પછી થતી તકલીફોમાં (ખાસ કરીને બેક પેઈન, પેલવીક પેઈન, બોડી પેઈન)માં રાહત મળે છે અને બોડી સ્ટ્રેન્થ અને સ્ટેમિના વધારે છે અને લેબર કે ડિલિવરી માટે તૈયાર કરે છે.
સ્ત્રીઓનો સામનો કરતી કેટલીક સામાન્ય મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યાઓ કઈ છે અને તમે તમારી પ્રેક્ટિસમાં તેનો કેવી રીતે ઉકેલ લાવો છો?
સ્ત્રીઓમાં સામાન્ય રીતે બેક પેઈન, સરવાઈકલ પેઈન જેવી સમસ્યાઓ જોવા મળે છે. એમાં ફિઝિયોથેરાપી દ્વારા તેમને કામ કરતી વખતે શું સંભાળ રાખવી જોઈએ તેનું નોલેજ આપવામાં આવે છે. નોકરિયાત મહિલાઓને ખાસ કરીને કોમ્પ્યુટર પર કામ કરતી મહિલાઓને કંઈ રીતે બેસવું જોઈએ, કામ વચ્ચે થોડો બ્રેક લેવો તથા પોસ્ચર કરેક્શન અને કઈ રીતે પોસ્ચર મેઈન્ટેઈન રાખવું તેનું નોલેજ આપવામાં
આવે છે
ફિઝિયોથેરાપીથી કઈ રીતે લાભ થઇ શકે?
કસરત કરવાથી માનસિક શાંતિ મળે છે. મહિલાઓમાં ફિઝિયોથેરાપી કરાવાથી શીરીરિક, માનસિક શાંતિ મળે છે અને મનોબળ મજબૂત થાય છે અને તેનાથી દરેક કામમાં આત્મવિશ્વાસ પણ વધે છે અને દરેક કામ સ્વતંત્ર રીતે કરી શકે છે.
તમે ફિઝિયોથેરાપી દ્વારા મહિલાઓને તેમના શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર નિયંત્રણ કેવી રીતે મેળવશો?
હજી પણ આપણા સમાજમાં ફિઝિયાથેરાપી વિશે લોકોમાં પૂરતી સમજણ નથી અને ગેરસમજણના કારણે અમુક વાર મહિલાઓ ફિઝિયોથેરાપી લેવામાં ખચકાટ અનુભવે છે. પરંતુ રોજિંદા જીવનમાં થતી નાની-મોટી શારીરિક તકલીફોમાંથી છૂટકારો મેળવવા માટે ફિઝિયોથેરાપી ખૂબ જ મદદરુપ થાય છે. દા.ત.યુરિનરી ઈનકોન્ટીનસ (અનિયનિત પેશાબ) -જે આજકાલ મોટાભાગની મહિલાઓમાં જોવામળે છે. પરંતુ સ્ત્રીઓ એના વિશે વાત કરતાં પણ ખચકાટ અનુભવે છે. ફિઝિયોથેરાપી દ્વારા આ તકલીફનું પણ નિવારણ લાવી શકાય છે.
એક મહિલા તરીકે ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં કેવા પડકારોનો સામનો કરવો પડે?
એક મહિલા તરીકે મને વિવિધ પ્રકારનાં અનુભવ થયા છે. પરંતુ તમે જેમ જેમ આવી પરિસ્થિતિમાંથી પસાર થાવ છો તેમ તમને તેનો સામનો કરવાની આવડત આવી જાય છે. મોટાભાગે ફિઝિયોથેરાપી કેમ જરુરી છે તેનું શું મહત્વ છે તે સમજણ આપવી એ મોટો પડકાર છે. લોકોને એવો ભ્રમ હોય છે કે ફિઝિયોથેરાપીથી સમસ્યાનો અંત આવે છે પરંતુ ફિઝિયોથેરાપીથી રોજિંદા જીવનની નાની-મોટી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે.
તમે તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને કેવી રીતે સંતુલિત કરો છો, અને સમાન પરિસ્થિતિઓમાં તમે અન્ય મહિલાઓને શું સલાહ આપશો?
કોઈપણ ક્ષેત્રમાં વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને સંતુલિત કરવું ખૂબ જરુરી છે. થોડો સમય પોતાના માટે ફાળવો અને પોતાની મનગમતી પ્રવૃતિ કરો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમે મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું મહિલાઓને કહેવા માંગીશ કે તમે તમારી અંદરની તાકાતને ઓળખો તથા પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો કારણકે મહિલાઓ સમાજનો મહત્વપૂર્ણ પાયો છે એટલે એક સ્વસ્થ મહિલા જ સ્વસ્થ સમાજનું સર્જન કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
