કડી તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના કામ ઝડપી પુર્ણ કરાશે-રાજ્ય સરકાર
મહેસાણા તાલુકાના કડી તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાત સરકારે કડી તાલુકામાંથી પસાર થતી નર્મદા યોજનાની નહેરોમાંથી શાખા, વિશાખા અને પ્ર-શાખાના કામો ઝડપી પૂર્ણ થવાની જાહેરાત કરી છે.
કડી તાલુકામાં નર્મદા યોજનાની નહેરો અંતર્ગત પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, આ યોજના અંતર્ગત ખેતરો સુધી પાણી પહોંચાડવાની પ્ર-પ્રશાખાના કાર્યો લોકભાગીદારીથી કરવાના થાય છે. પરિણામે ખેડૂતોની સંપત્તિ સાથે પૂર્ણ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, નર્મદા યોજનાથી મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કુલ ૮૭ ગામોમા ૩૯૦૭૮ હેકટર સિંચાઇ વિસ્તાર વિકસિત કરવામાં આવેલ છે.
શાખા,વિશાખા અને પ્ર-શાખાની વિગતો આપતાં જણાવ્યું કે, શાખા પ્રકારની ૯૫.૧૪૫ કિમી, વિશાખા પ્રકારની ૧૦૦.૩૫૮ કિ.મી, તેમજ પ્ર-શાખા પ્રકારની ૩૮૨.૮૧ કિ.મી.ની લંબાઇના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. પ્ર-પ્રશાખા પ્રકારની ૯૩૬.૭૯૫ કિ.મી.નું કામ લોકભાગીદારીથી અને ખેડૂતોની સંમતિથી પૂર્ણ કરવાની હોઇ સંમતિ બાદ પૂર્ણ કરાશે.












Click it and Unblock the Notifications
