For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો હંમેશા માત્ર ભાજપ પર જ કેમ ભરોસો કરે છે?

ખેડૂતો હંમેશા માત્ર ભાજપ પર જ કેમ ભરોસો કરે છે?

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો સમાપ્ત થઈ ચૂક્યો છે અને બીજા તબક્કા માટે આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે વિપક્ષ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, છતાં ખેડૂતો ભાજપ સરકારે કરેલાં આ કાર્યોને ન્યાય આપવા ભાજપ સરકાર તરફ વળી શકે છે.

bjp

નરેન્દ્ર મોદી અગાઉ પણ અનેક વખત કહી ચૂક્યા છે કે તેઓ ખેડૂતોની આવક બમણી કરવા માંગે છે અને આ દિશામાં ગુજરાત અને કેન્દ્ર સરકારે અનેક પ્રયત્નો પણ કર્યા છે. આજે કચ્છના છેવાડાનો ખેડૂત પણ નર્મદાનું પાણી મેળવી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નર્મદાની કેનાલ ખેડૂતો માટે વરદાન સ્વરૂપ સાબિત થઈ છે. આ કેનાલો થકી ખેડૂતો માવઠાની સ્થિતિથી હવે ભયભીત નથી થતા કેમ કે તેમને ત્રણેય સિઝનનું પાણી આ કેનાલમાંથી મળી રહે છે. ગુજરાતમાં ખેડૂતોને આજે 71 લાખ હેકટર ઉપરાંત જેટલાં વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. ખૂબ ઓછા પાણીથી સારી ગુણવત્તાનો પાક મેળવવા માટે રાજ્યમાં 10.20 લાખથી વધુ ખેડૂતોને ટપક સિંચાઈ, ફુવારા સિંચાઈ જેવી સૂક્ષ્મસિંચાઈ સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર પીએમ કિસાન સમ્માનનીધી મારફતે ખેડૂતોની આર્થિક સહાય કરે છે. આ ઉપરાંત ખેડૂતોને કેસીસી દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ઓછા વ્યાજે લોન મળે છે. આ ઉપરાંત ખેતી, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મધમાખી ઉછેર કેન્દ્ર અથવા આ લગતી તમામ પ્રવૃત્તિ માટે સરકાર બેન્કોને સબસીડી આપી રહી છે.

કિસાન પરિવહન યોજના અંતર્ગત 1 હજારથી વધુ ખેડૂતોને 5 કરોડ રૂપિયાની મીડિયમ સાઈઝ ગુડ્ઝ કેરેજ વાહન સહાય કરવામાં આવી છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ ખેતરમાં 1 લાખથી વધુ નાના ગોડાઉન માટે રૂ. 30 હજારની સહાય કરવામાં આવી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે 1 લાખથી વધુ ખેડૂતોને 48 કરોડનો નિભાવ ખર્ચ સહાય કરવામાં આવી છે. સૂક્ષ્મ સિંચાઈ માટે 1000 ધનમીટરના ભૂગર્ભ ટાંકા માટે 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે.

ગુજરાત સરકારે ખેડૂતોના હિતની હંમેશા ચિંતા કરી છે. ખેડૂતહિતલક્ષી ભાજપ સરકારે ખેડૂતોને સિંચાઈ, વીજળી, ખાતર, પોષણક્ષમ ભાવો, અને કૃષિ તાલીમનો બહુપાંખીયો વ્યૂહ અપનાવ્યો છે. પરિણામે આજે ગુજરાત કપાસ, મગફળીના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ છે. દેશમાં ઉત્પન્ન થતા કુલ એરન્ડા પૈકી 85% એરન્ડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દેશનું 56% જીરું ગુજરાત પૂરું પાડે છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદને કારણે પાકને થનારા નુકસાનથી ખેડૂતોને રક્ષણ અપાઈ છે. આ યોજનાનો મહત્તમ લાભ ખરીફ પાકોની ખેતી કરનારા ખેડૂતોને મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ જાતનું પ્રીમિયમ ભર્યા વગર સહાયતા આપવામાં આવે છે.

આ ઉપરાંત ભાજપ સરકારે ખેડૂતો માટે કરેલાં અનેક કાર્યોને ગુજરાતના ખેડૂતો ભૂલી શકે તેમ નથી. તેને ધ્યાનમાં રાખીને કહી શકાય કે આ વખતે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો ગુજરાતમાં ભાજપ તરફી વલણ અપનાવી શકે છે.

English summary
works done by the double engine government will make farmers trust BJP again in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X