યાસીન ભટકલ: ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટની હારમાળા સર્જવી હતી

Subscribe to Oneindia News

ઇન્ડિયન મુઝાઇદ્દીન ગુજરાતમાં 2002ના તોફાનોનો બદલો લેવા માટે મોટા હુમલાની ફિરાકમાં હતા. તેમની ઇચ્છા હતા કે ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ ની હારમાળા સર્જાય અને તેનો પડધો લાંબા સમય સુધી લોકો યાદ રાખે. આ શબ્દો હતો આતંકી યાસીન ભટકલ ના.અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ યાસીન ભટકલની અમદાવાદ બ્લાસ્ટ મામલે પૂછપરછ થઇ રહી છે. ત્યારે પૂછપરછ દરમિયાન યાસીને અધિકારીઓને આ વાત જણાવી હતી.

yasin baktal

બાબરી મસ્જિદ અને ગુજરાતમાં થયેલા 2002ના ગોધરા કાંડ બાદના તોફાનનો બદલો યાસીન ભટકલ અને ઇન્ડિયન મુઝાઇદ્દીન લેવા માંગતા હતું. નોંધનીય છે કે જુલાઇ 26ના રોજ અમદાવાદમાં થયેલા એક પછી એક બ્લાસ્ટના કારણે 56 લોકોની મોત થઇ હતી. આ બ્લાસ્ટ પછી યાસીન સુરત પણ આવ્યો હતો. અને તે સુરતમાં પણ આ જ રીતે બ્લાસ્ટ કરવા ઇચ્છતો હતો. તેનો પ્લાન હતો કે સુરતમાં પણ 29 બોમ્બ એક સાથે અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ કરવામાં આવે. તેણે કહ્યું કે અમે સમગ્ર રાજ્યમાં એક પછી એક બોમ્બ ધડાકા કરાવવા માંગતા હતા. નોંધનીય છે કે યાસીન ભટકલ અને અસદુલ્લા અખ્તરને હાલ કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે હેઠળ આવનારા દિવસોમાં પણ આ અંગે અનેક મોટા ખુલાસા થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

English summary
Yasin Bhatkal claims he wants to shake the Gujarat state with Blast
Please Wait while comments are loading...