સૂર્ય દેવતાનો પ્રક્રોપ શરૂ, રાજ્યભરમાં યેલો એલર્ટ

ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર, ગરમીની શરૂઆતમાં જ પારો વધતા લોકોની મુશ્કેલી વધી.

રાજ્યભારમાં ગરમીનો પ્રક્રોપ વધ્યો છે. હવામાન વિભાગે 48 કલાક સુધી હીટ વેવની આગાહી આપી છે. અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે 41.5 ડીગ્રી થી 43 ડીગ્રી જેટલો તાપમાન હોવાથી યેલો એલર્ટ આપવામાં આવે છે. અને 43 થી 45 ડીગ્રી તાપમાન હોય તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. વધુમાં 45 ડીગ્રીથી વધુ તાપમાન જતું રહે તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે.

summer

રાજ્યના અમદાવાદ સહીત બીજા જિલ્લાઓમાં તાપમાન પારો 43 ડીગ્રી નોંધાયો છે. 43 ડીગ્રી તાપમાનને લઇ શહેરના રોડ- રસ્તા ખાલી થઇ ગયા હતા. વળી આટલા તાપમાને પરસેવે રેઝબેઝ લોકો ઠંડા પાણી અને શરબતની દુકાને લાઇનો લગાવીને ઊભા રહેલા જોવા મળ્યા હતા. હવામાન શાસ્ત્રી ડૉ મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી સમય ગુજરાત ભરમાં આવી જ સ્થિતિ જોવા મળશે અને તાપમાન વધવાની શક્યતા છે. તેવું જણાવ્યું હતું. ત્યારે રાજ્યભરના જિલ્લાઓના મહત્તમ તાપમાન વાંચો અહીં.અમદાવાદ ૪૨.૮

ડીસા ૪૩.૪

ગાંધીનગર ૪૩.૨

ઇડર ૪૨

વડોદરા ૪૨.૭

સુરત ૪૧.૪

અમરેલી ૪૩.૦૦

ભાવનગર ૪૧.૧

રાજકોટ ૪૧.૯

સુરેન્દ્રનગર ૪૩.૩

ભુજ ૪૨.૦૦

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X