For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગી આદિત્યનાથે ગોધરામાં રામ ભક્તોના બલિદાનની યાદ અપાવી

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાના મતદાન પહેલા રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીજવવા ડોર ટુ ડોર પ્રચાર કરવાનું શરૂ કર્યુ છે. છેલ્લી ઘડીના પ્રચારમાં સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો હતો. જેમા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાના મતદાન પહેલા રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીજવવા ડોર ટુ ડોર પ્રચાર કરવાનું શરૂ કર્યુ છે. છેલ્લી ઘડીના પ્રચારમાં સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો હતો. જેમા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતમાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરીને મત માંગ્યા હતા. તેમના દ્વારા ગોધરા ખાતે રોડ શો કરીને લોકોનું અભિવાદન જીલવામાં આવ્યુ હતુ.

ELECTION

યોગી આદિત્યનાથે જણાવ્યુ હતુ કે, વિશમ પરિસ્થિતિમાં ગુજરાતની ધરતીએ દેશની આઝાદીના મહાનયક અને ભારતની એકીકરણના શિલ્પી આ જ માટીની દેન છે. જુનગાઢના નવાબ અને હૈદરાબાદના નિઝામને પણ જુકવુ પડ્યુ હતુ.

યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યુ હતુ કે, કોગ્રેસની ભ્રષ્ટાચર વિશ્વાસઘાતી રાજનીતિએ અવ્યવસ્થા અને અવિશ્વાસનો મહોલ ઉભો કર્યો ત્યારે ગુજરાતની જનતાએ પ્રધનમંત્રી નરેન્દ્ર મોદી જે વિશ્વાસ સાથે નેતૃત્વ કરી રહ્યા છે. તે ભારતની સમૃદ્ધ અને સુરક્ષિત બનાવા અનેક પ્રયાસ કરી રહ્યા છે. આઝાદીના અમૃત મહત્સવમાં પીએમ મોદીએ ભારતના ઝંડાને તેના ઘર પર ઝંડો લહેરાવીને ભારતના પ્રત્યેક નાગરીકને સામેલ કર્યો છે.

યોગીએ જણાવ્યુ હતુ કે, જે બ્રિટૈન વર્ષો સુધી ભારત પર શાસન કર્યુ હતુ તેને પછાડીને ભારત 5 સૌથી મોટી ઇકોનોમી બની ગઇ છે. આગામી એક વર્ષમાં દુનિયાના 20 દેશો જેના પર વિશ્વાના 80 ટકા સશાધન પર પ્રભૂત્વ છે. તેનુ નેતૃત્વ પણ ભારત કરશે. કોગ્રેસના સમયમાં રોજ એક આતંકવાદી ઘટના ઘટતી હતી. 20 વર્ષ પહેલા જે ગોધરામાં થયુ હતુ. ત્યાર બાદ ગુજરાતને કાયમ માટે કર્ફ્યુ પર કર્ફયુ મૂકી દીધુ છે.

યોગી આદિત્યનાથે જણાવ્યુ હતુ કે, ગુજરાતે દેશને સુરક્ષા અને વિકાસનું મોડલ આપ્યુ આજે દેશ આતકવાદથી મુક્ત, નક્સલવાદથી મુક્ત, અલગાવવાદથી મુક્ત, કાશ્મીરમા 370 કલમ હટાવી દિધી છે. હવે આ ધરા ક્યારેય નહી આવે. નવા ભારતના શિલ્પીના રૂપમાં પ્રધાનમંત્રીએ નેતૃ્ત્વ આપ્યુ છે. 20 વર્ષ પહેલા રામ ભક્તોએ પોતાનું બલિદાન આપવુ પડ્યુ હતુ.

English summary
Yogi Adityanath held a road show in Godhra and addressed the gathering
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X