અમદાવાદના અટલ બ્રિજ પરથી કુદીને યુવકનો આપઘાત, જાણો શું છે પુરી ઘટના?

ફરી એક વખત અમદાવાદનો અટલ બ્રિજ વિવાદમાં આવ્યો છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર બ્રિજ પરથી એક યુવકે સાબરમતિ નદીમાં કુદીને આત્મહત્યા કરી છે.

અમદાવાદ : ગયા વર્ષે જ ખુલ્લો મુકાયેલો અમદાવાદનો અટલ બ્રિજ સતત વિવાદોમાં રહે છે. હવે ફરી એક વખત અમદાવાદનો અટલ બ્રિજ વિવાદમાં આવ્યો છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર બ્રિજ પરથી એક યુવકે સાબરમતિ નદીમાં કુદીને આત્મહત્યા કરી છે.

ATAL BRIDGE

અમદાવાદના અટલ બ્રિજ પરથી યુવકે નદીમાં કુદકો મારીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

યુવકે અટલ બ્રિજ પરથી પાણીમાં કુદકો માર્યો હતો. સાબરમતિ નદીમાં પાણી વધારે હોવાથી ભારે જહેમત બાદ મૃતહેદ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ અહીં બે કલાક સુધી શોધખોળ કર્યા બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે અટલ બ્રિજ પર સતત લોકોની આવનજાવન ચાલુ હોવાથી કટક સિક્યુરીટી જોવા મળે છે ત્યારે હવે યુવકે આત્મહત્યા કરતા ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. અહીં એ પણ પ્રશ્ન છે કે સિક્યુરીટીની હાજરીમાં યુવક રેલિંગ સુધી પહોંચીને કુદવામાં સફળ કેવી રીતે રહ્યો? હાલ પોલીસ યુવકને લઈને તપાસ ચલાવી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે અમદાવાદની સાબરમતિ નદી પર હાલમાં જ ખુલ્લો મુકાયેલો અટલ બ્રિજ વોક વે બ્રિજ છે અને અહીં ટિકીટ લઈને એન્ટ્રી અપાય છે.અહીં એ પણ જાણવુ જરૂરી છે કે સાબરમતિ નદીમાં દરવર્ષે મોટી સંખ્યામાં લોકો આત્મહત્યા કરે છે. જો કે અટલ બ્રિજ પરથી આત્મહત્યાની આ પહેલી કોશિશ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X