For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના માર્ગે ભાગવતે કહ્યું, '50 વર્ષો માટે દેવી-દેવતાઓને ભૂલી જાય યુવાનો'

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 18 ઓક્ટોબર: આને નરેન્દ્ર મોદીની વિકાસ પુરુષની છબિને સાર્થક કરનારુ નિવેદન માનીએ કે પછી હાલના વાતાવરણની જરૂરત. બે દિવસીય સમ્મેલન માટે ગુજરાત આવેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે 'યુવાઓને આવતા 50 વર્ષો સુધી દેવી દેવતાઓને ભૂલી જવું જોઇએ, માત્ર દેશની સેવા કરવી જોઇએ.' તેમણે જણાવ્યું કે હવે બાળકોને એક જ વાર્તાઓ, એક કથા અને પુરાણ વંચાવવાથી કામ ચાલશે નહીં. દુનિયા બદલાઇ રહી છે, સમયની સાથે ચાલવું પડશે.

મોહન ભાગવતે દેશની સરકારની ટીકા કરતા જણાવ્યું કે સરકારની પાસે ધન, બજેટ, વ્યવસ્થા અને સત્તા છે પરંતુ તેની નીતિ અને નીયતિમાં ખોટ હોવાના કારણે તે કામ નથી કરતી. ભાગવતના અનુસાર યુવાનોમાં દેશ માટે કામ કરવાની તડપ હોવી જોઇએ. તેમણે સંઘની પ્રશંસા કરતા જણાવ્યું કે ઉત્તરાખંડના રાહત કાર્યોમાં સરકાર હાથ પર હાથ રાખીને બેસી રહી, જ્યારે સંઘના કાર્યકર્તા સેવાકાર્યમાં લાગી ગયા.

mohan bhagwat
સંઘના આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ પણ હતા. જેનો એવો અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે કે પટેલ ફરી ભાજપામાં જોડાઇ શકે છે. જ્યારે તેમના પુત્ર ભરત પટેલને લોકસભા ચૂંટણી માટે પાર્ટીની ટિકટ પણ આપી શકાય છે.

ભાગવતના દેવી દેવતાઓ વાળા નિવેદનને મોદીના એ નિવેદન સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, જેમાં મોદીએ કહ્યું હતું કે 'પહેલા શૌચાલય બાદમાં દેવાલય'. સંઘનો ઉદ્દેશ્ય આ નિવેદનથી મોદીની વિકાસ પુરુષની છબિને હજી વધારે મજબૂત કરવાનો છે.

English summary
RSS chief Mohan Bhagwat said its a need of time that youth should forget God and goddess for 50 years and should focus on India's development.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X