ઝાયડસ કેડિલાને ફુલવેસ્ટ્રેંટ ઇન્જેક્શન માટે મળ્યું ફાઇનલ અપ્રુવલ, જાણો કઇ બીમારીની કરે છે સારવાર
ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલા (zydus cadila)એ શુક્રવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, યુએસ હેલ્થ રેગ્યુલેટર દ્વારા તેમના ફુલવેસ્ટ્રેટ ઇન્જેક્શન (Fulvestrant Injection)ને ફાઇનલ અપ્રુવલ મળી ગઇ છે.
ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલા (zydus cadila)એ શુક્રવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, યુએસ હેલ્થ રેગ્યુલેટર દ્વારા તેમના ફુલવેસ્ટ્રેટ ઇન્જેક્શન (Fulvestrant Injection)ને ફાઇનલ અપ્રુવલ મળી ગઇ છે. આ ઇન્જેક્શન બ્રેસ્ટ કેન્સરના ઇલાજમાં કામ આવે છે. ફુલવેસ્ટ્રેટ ઇન્જેક્શનનો ઉપયોગ સ્વતંત્ર કે અન્ય દવાઓ સાથે એક ચોક્કસ પ્રકારના હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ, એડવાઇસ બ્રેસ્ટ કેન્સર કે બ્રેસ્ટ કેન્સરના ઇલાજ માટે કરવામાં આવે છે, જે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય છે.

ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ ઝાયડસ કેડિલાને યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસેથી કુલવેસ્ટ્રેંટ ઇન્જેક્શન, 250 mg/5 ml/(50mg/ml) પ્રતિ સિંગલ ડોઝ પ્રિ ફિલ્ડ સિરિઝને બજારમાં વેચાણ કરવા માટેની જરૂરી તમામ અંતિમ માન્યતાઓ મળી ગઇ છે.
ઝાયડસ કેડિલાએ જણાવ્યું કે, આ દવાનું ઉત્પાદન ઝાયડસ બાયોલોજિકલ, અમદાવાદમાં ગૃપની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં કરવામાં આવશે. આ સાથે ગૃપને અત્યારસુધીમાં કુલ 320 અપ્રુવલ મળી ચૂક્યા છે. વર્ષ 2003-04માં દાખલ કરવા માટેની પ્રક્રિયા શરૂ કર્યા બાદથી અત્યાર સુધીમાં કુલ 400થી વધુ નવી દવા માટેની અરજીઓ(ANDAs) આપી છે.












Click it and Unblock the Notifications
