અરવિંદ કેજરીવાલની ડબલ રાજનીતિ ભાજપ માટે કેટલી ખતરનાક?

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી હજુ જાહેર થઇ નથી પરંતું, તમામ રાજકીય પક્ષોમાં ચૂંટણી જીતવા માટેની પૃષ્ઠભૂમિ રચાઇ ગઇ છે. સામાન્ય રીતે, ભાજપ અને કોંગ્રેસના દ્વીપક્ષીય મુકાબલામાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે.

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી હજુ જાહેર થઇ નથી પરંતું, તમામ રાજકીય પક્ષોમાં ચૂંટણી જીતવા માટેની પૃષ્ઠભૂમિ રચાઇ ગઇ છે. સામાન્ય રીતે, ભાજપ અને કોંગ્રેસના દ્વીપક્ષીય મુકાબલામાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બીજો વિકલ્પ આપવાનો પ્રયાસ કર્યો છે.

arvind kejariwal

ગુજરાતમાં આક્રમકતાથી આવેલી આમ આદમી પાર્ટીએ વીજળી, શિક્ષણ સહિતના મુદ્દે લોકોને આકર્ષિત અને લોભામણી લાલચ આપી, રાજ્યના મધ્યમ અને ગરીબ વર્ગને પોતાના તરફી કરવાની રણનીતિ બાદ હવે ગુજરાતમાં ભાજપના જ હથિયારથી ભાજપને મ્હાત કરવાની રણનીતિ અપનાવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણ પર લક્ષ્મી અને ગણેશ જેવા દેવી દેવતાની તસ્વીરો હોવી જોઇએ તેમ કહીને ધાર્મિક લાગણી જીતવાનો પ્રયાસ કર્યો છે.

સામાન્ય રીતે, ભાજપ હિન્દુત્વને પોતાનો ઇજારો માનતું રહ્યુ છું. આ કારણે, ધાર્મિક લાગણીને વશ મોટો સમુદાય ભાજપ તરફી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હિન્દું વિરોધી અને મુસ્લિમ તુષ્ટીકરણ કરતી પાર્ટીઓ હોવાનો પ્રચાર ભાજપ તરફી વિચારધારા દ્વારા ફેલાવવામાં આવે છે. ત્યારે, આ વખતે કેજરીવાલે લક્ષ્મી અને ગણેશનો મુદ્દો ઉઠાવીને ભાજપના જ હથિયારથી ભાજપને ભરાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X