For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડ 1.68 લાખ નવા કેસ, 904 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના અત્યાર સુધી 1,68,912 નવા કેસ સામે આવ્યા છે જે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીના સૌથી મોટા આંકડા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. સોમવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના અત્યાર સુધી 1,68,912 નવા કેસ સામે આવ્યા છે જે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીના સૌથી મોટા આંકડા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,35,27,717 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોનાથી 904 લોકો દમ તોડ્યો છે. ત્યારબાદ મોતનો આંકડો 1,70,179 પહોંચી ગયો છે. વળી, દેશમાં અત્યાર સુધી 10,45,28,565 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે.

કેજરીવાલે મંત્રીઓની મહત્વની બેઠક બોલાવી

કેજરીવાલે મંત્રીઓની મહત્વની બેઠક બોલાવી

કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્ર, દિલ્લી, ગુજરાત, છત્તીસગઢ સૌથી વધુ અસરગ્રસ્ત છે. બેકાબુ કોરોનાની ગતિને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે મંત્રીઓની મહત્વની બેઠક દિલ્લીમાં બોલાવી છે. અહીં છેલ્લા 24 કલાકમાં 10,774 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે જેમણે પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે. દિલ્લીના સીએમ કેજરીવાલે રવિવારે સંકેત આપ્યા હતા કે જો સ્થિતિ કંટ્રોલમાં નહિ આવે તો સંપૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવી શકે છે.

લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ બચતો નથીઃ ઠાકરે

લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ બચતો નથીઃ ઠાકરે

વળી, મહારાષ્ટ્રના સીમ ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યુ છે કે જે સ્થિતિ અત્યારે છે તેને જોઈને કહી શકાય છે કે લૉકડાઉન સિવાય હવે કોઈ વિકલ્પ બચતો નથી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ દૈનિક કેસ આવી રહ્યા છે. વળી, પંજાબ અને છત્તીસગઢમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.

આગલા ચાર સપ્તાહ ઘણા મહત્વનાઃ મંત્રાલય

આગલા ચાર સપ્તાહ ઘણા મહત્વનાઃ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના ઝડપથી વધતા કેસો માટે ચિંતા વ્યક્ત કરીને કહ્યુ છે કે રાજ્યોએ કોરોના ટેસ્ટ વધારવાની જરૂર છે. કોરોના આ વખતે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં આગલા ચાર સપ્તાહ ઘણા મહત્વના રહેવાના છે. દેશમાં કોરોનાથી 1.3 ટકા મોત થયા છે માટે બધાને પૂરા અનુશાસન સાથે કોરોના ગાઈડલાઈન્સને ફોલો કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ભારતમાં શનિવારે કોરોનાના રેકૉર્ડ 1.5 લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ અમેરિકા બાદ ભારત વિશ્વનો એવો બીજો દેશ બની ગયો જ્યાં એક દિવસમાં કોરોનાના દોઢ લાખ કેસ સામે આવ્યા છે.

મુંબઈના ડૉક્ટરે વેક્સીન અને દવાઓ માટે માંગી ભીખમુંબઈના ડૉક્ટરે વેક્સીન અને દવાઓ માટે માંગી ભીખ

English summary
1,68,912 New COVID19 cases, 75,086 discharges, & 904 deaths in last 24 hours in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X