પૂંચ વિસ્તારમાં આર્મીએ રાહત બચાવ કાર્યક્રમ શરૂ કર્યો

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પૂર સ્થિતિ પર સરકાર નિષ્ફળ ગઇ છે તેવા નારા લગાવતા પોલિસ તેમને બહાર ખદેડી રહી છે

પૂંચ

પૂંચ

પૂંચ વિસ્તારમાં આર્મીએ રાહત બચાવ કાર્યક્રમ શરૂ કર્યો છે. અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

વિખ્યાત ખેલાડી મિલ્ખા સિંહે એક બાળકીના ટીશર્ટ પર ઓટોગ્રાફ આપી રહ્યા છે. મિલ્ખા સિંહે નવી દિલ્હીમાં એક શાળાના કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં તેમણે શાળામાં સ્પોર્ટ શિક્ષણ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો.

મૂછે હો તો મેરે જેસી

મૂછે હો તો મેરે જેસી

રાજસ્થાનના બિકાનેરમાં મહારાજા એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચતા, એક વિદેશી યુવક એક રાજસ્થાની આર્ટીસ્ટ જોડે રમૂજી મુદ્રામાં ફોટો પડાવી રહ્યો છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

ભારતીય નૌસેનાએ યમનમાં ફસાયેલા 350 ભારતીયોને સુરક્ષિત નીકાળવામાં મળી સફળતા. આઇએનએસ સુમિત્રા નામના યુદ્ઘ જહાજને મોકલીને યમનના પડોશી દેશ જિબૂતીથી નીકાળ્યા ભારતીયોને. બાકી રહી ગયેલા કેટલાક અન્ય નાગરિકોને સુરક્ષિત નીકાળવા, સરકારનો પ્રયાસ ચાલુ.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરમાં આજે સવારે ફરી ભારે વરસાદ શરૂ થતા રાહત બચાવના કામમાં અડચણ આવી છે. નોંધનીય છે કે મોસમ વિભાગે શુક્રવાર સુધી ખરાબ વાતાવરણ રહેવાના સૂચના આપી છે. પૂરની પરિસ્થિતિ સર્જતા જરૂરી વસ્તુઓની તંગી ઉભી થઇ છે. અત્યાર સુધીમાં પૂરના કારણે અહીં લગભગ 17 લોકોની મોત થઇ ચૂકી છે.

નાગપુર

નાગપુર

મહારાષ્ટ્રમાં નાગપુર સેન્ટ્રલ જેલથી મંગળવારે, પાંચ ખૂખાંર કેદીઓ ભાગી ગયા. જેના પગલે જેલની બહાર પોલિસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા ચાંપતી કરી છે.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ સિંહ મંગળવારે પહોંચ્યા ભારત બાંગ્લાદેશની આંતરાષ્ટ્રિય સીમા કૂચબિહાર પર. અહીં તેમણે બલાપુખરી પોસ્ટની મુલાકાત લઇ જવાનોને ફ્રુટબૂકે આપ્યો.

યોગેન્દ્ર યાદવ

યોગેન્દ્ર યાદવ

આમ આદમી પાર્ટીમાંથી યોગેન્દ્ર યાદવને નીકાળ્યા બાદ પાર્ટીના તમામ પદોથી યોગેન્દ્રની છુટ્ટી કરવામાં આવી રહી છે. જેના પગલે પાર્ટીના મુખ્ય પ્રવક્તા પદથી પણ યોગેન્દ્ર યાદવને નીકાળી દેવામાં આવ્યા છે. અને નવા પ્રવક્તાઓના નામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં કુમાર વિશ્વાસ, પંકજ ગુપ્તા, સંજય સિંહ જેવા નામોનો સમાવેશ થાય છે.

નન દુષ્કર્મ મામલામાં પોલિસને સાંપડી મોટી સફળતા

નન દુષ્કર્મ મામલામાં પોલિસને સાંપડી મોટી સફળતા

પંજાબથી સીઆઇડીએ ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. આ તમામ આરોપી બાંગ્લાદેશી હોય તેવું પ્રથમ તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે આ ધટનામાં સામેલ તમામ આરોપીને પોલિસે પકડી લીધા છે.

બેંગ્લોર

બેંગ્લોર

બેંગ્લોરમાં એક 18 વર્ષની વિદ્યાર્થીનીને ઓફિસ બોયે ગોળી મારી, મારી નાખી. પ્રગતિ સ્કૂલમાં ભણતી આ વિદ્યાર્થીનીના એક તરફી પ્રેમી એવા, મહેશ નામના યુવકે યુવતી અને તેની મિત્ર પર ગત રાતે અંધાધૂન ગોળી ચલાવતા યુવતીનું ધટના સ્થળે મૃત્યુ થયું છે.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરના બેમિના વિસ્તારમાં પૂરની પાણી વાઢ તોડી આજુ બાજુના ધરોમાં પ્રવેશી ગયું.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરની હમ્દાનિયા કોલોનીમાં એક યુવક રસ્તો પાર કરી સુરક્ષિત સ્થાને જવાનો પ્રયાસ કરી રહ્યો છે.

બૌદ્ધગયા

બૌદ્ધગયા

બૌદ્ધગયામાં મહાબોધી મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા થાઇલેન્ડથી બોદ્ઘ સાધ્વીઓ ભારત આવી હતી. ત્યારે આ નાની માસૂમ સાધ્વીઓએ લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી હતી.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ઓડિસ્સાના રાઉરકેલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. વધુમાં મોદીએ ઓડિસ્સા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે તે અહીં 10 મહિનાનો હિસાબ આપવા આવ્યા છે. તેમણે કહ્યું કે તેમની સરકારે કોયલાની ખાણ જેને કોઇ અડવા પણ નહતું માંગતું તેને હીરા ખાણમાં બદલી દીધી છે. વધુમાં તેમણે ઓડિસ્સાને 25 કરોડ સહાય આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X