For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલના પહેલા ઇન્ટરવ્યુની 10 મહત્વની વાતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ દેશમાં રાજકારણે ગરમાવો પકડ્યો છે. લોકસભા ચૂંટણીને લઇને જારી સર્વેક્ષણોમાં કોંગ્રેસની કફોળી હાલત જોવા મળી રહી છે. સત્તાનો સંઘર્ષ ચરમ પર છે. અલગ-અલગ પાર્ટીઓમાં નિવેદનબાજીઓનું ઘમાસાણ મચ્યું છે. તેવામાં કોંગ્રેસની ખરાબ હાલતમાંથી પસાર થઇ રહેલા કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ પણ પાર્ટીને પોતાના પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા નથી. રાહુલની ઘટી રહેલી લોકપ્રિયતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે, તો બીજી તરફ રાહુલ ચૂંટણી પ્રચારની કમાન સંભાળીને પોતાને ફ્રન્ટફૂટ લીડર તરીકે રજુ કરી રહ્યાં છે.

રાહુલ જાણે છે કે, મહાભારતના અર્જુનની જેમ તેમની નજર ‘સિસ્ટમ' બદલવા પર છે. રાહુલે 10 વર્ષમાં પહેલીવાર ટીવી પર ઇન્ટરવ્યુ આપ્યો. તેમણે અંગ્રેજી સમાચાર ચેનલ ટાઇમ્સ નાઉને પોતાનો પહેલો ઇન્ટરવ્યુ આપ્યો. ઇન્ટરવ્યુ દરમિયાન રાહુલે કેટલાક પ્રશ્નોના સીધા જવાબ આપ્યા, પરંતુ મોટાભાગના પ્રશ્નોના જવાબ ફેરવીને આપવાનું શ્રેષ્ઠ માન્યુ. અહીં અમે તમને રાહુલના પહેલા ઇન્ટરવ્યુની 10 મહત્વની બાબતો જણાવી રહ્યાં છીએ.

મોદી સાથે સીધી ટક્કર નથી ઇચ્છતા રાહુલ

મોદી સાથે સીધી ટક્કર નથી ઇચ્છતા રાહુલ

રાહુલ ગાંધી નથી ઇચ્છતા કે લોકસભા ચૂંટણી દરમિયાન તેમની ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે સીધી ટક્કર થાય.

કોંગ્રેસની સિદ્ધિને ખારીજ ના કરો

કોંગ્રેસની સિદ્ધિને ખારીજ ના કરો

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના 60 વર્ષના બદલે 60 મહિનાના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી કોંગ્રેસની સિદ્ધિઓને ખારીજ ના કરે.

હારની જવાબદારી સ્વિકારીશ

હારની જવાબદારી સ્વિકારીશ

રાહુલે કહ્યું કે જો તેમની પાર્ટી 2014માં લોકસભા ચૂંટણી હારશે તો હારની જવાબદારી લઇશ.

આપ સાથે બાથ ભીડવા તૈયાર

આપ સાથે બાથ ભીડવા તૈયાર

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટી આપ સાથે બાથ ભીડવા તૈયાર છે. તેમણે ‘આપ'ની ટીકા કરી અને કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં કોઇ પ્રક્રિયા કે ઢાંચો નથી.

હારથી દુનિયા ખતમ નથી થતી

હારથી દુનિયા ખતમ નથી થતી

રાહુલે વિધાનસભા ચૂંટણીમાં હાર અંગે કહ્યું કે એક હારથી દુનિયા ખતમ નથી થતી. તેમણે કહ્યું કે, હું અહીં એક મોટી લડાઇ માટે આવ્યો છું.

સિસ્ટમ જાદૂની લાકડી નથી

સિસ્ટમ જાદૂની લાકડી નથી

રાહુલ ગાંધીએ કહ્યું કે હું સિસ્ટમને બદલવા આવ્યો છું. સિસ્ટમ કોઇ જાદૂની લાકડી નથી કે ફેરવી અથવા ‘આબરા કા ડાબરા' બોલવાથી બદલાઇ જશે. તેના માટે નવી રીતોની જરૂર છે. તેના માટે યુવાનોને તેની સાથે જોડવા પડશે.

મને ભય નથી લાગતો

મને ભય નથી લાગતો

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીથી ભયભીત થવાના પ્રશ્ન અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે મને કોઇના સાથે ટક્કર લેવાથી ડર નથી લાગતો. રાહુલે કહ્યું કે, મે મારી દાદી, મારા પિતાને મરતા જોયા છે, હું કઇ વસ્તુથી નથી ડરતો.

2002ના રમખાણો માટે ગુજરાત સરકાર પર જવાબદાર

2002ના રમખાણો માટે ગુજરાત સરકાર પર જવાબદાર

મોદી પર હુમલો કરતા રાહુલે પીએમના એ નિવેદનનું સમર્થન કર્યું, જેમાં મોદીને ‘જનસંહાર' માટે જવાબદાર ઠેરવ્યા હતા.

1984ના રમખાણોમાં કોંગ્રેસી નેતા પણ સામેલ

1984ના રમખાણોમાં કોંગ્રેસી નેતા પણ સામેલ

1984ના સિખ રમખણો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નમાં રાહુલે પહેલીવાર માન્યુ કે 1984ના સિખ વિરોધી રમખાણોમાં કેટલાક કોંગ્રેસી નેતાઓની ભૂમિકા પણ હતી. રાહુલે કહ્યું કે, કેટલાક કોંગ્રેસી નેતાઓએ 1984ના રમખાણોની સજા મળી પણ હતી.

RTI અંતર્ગત રાજકીય પાર્ટીઓ

RTI અંતર્ગત રાજકીય પાર્ટીઓ

રાહુલે કહ્યું કે જો આજે સહમતિ થાય તો તે રાજકીય પાર્ટીઓને આરટીઆઇ અંતર્ગત લાવવામાં આવે તે વાતને લઇને સમહત છે.

English summary
For the first time after his political debut in 2004, Rahul Gandhi took direct questions on wide range of subjects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X