અનંતનાગ: આતંકી હુમલામાં 10 સીઆરપીએફ જવાનો ઘાયલ
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ ઘ્વારા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જવાનો પર હુમલો કરી દેવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ ઘ્વારા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જવાનો પર હુમલો કરી દેવામાં આવ્યો છે. આતંકીઓ ઘ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 10 સીઆરપીએફ જવાનો ઘાયલ થયા છે. જવાનોને આ હુમલામાં સામાન્ય ઇજા થયી છે. બધા જ ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. મળતી જાણકારી અનુસાર આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ જવાનો પર સદર વિસ્તારમાં રાત્રે લગભગ 9 વાગ્યે હેન્ડ ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જવાનો ઘાયલ થયા હતા.

જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં કેરન સેક્ટરમાં આતંકવાદીઓની ઘુષણખોરીની કોશિશ સેનાએ નાકામ બનાવી દીધી છે. સેનાએ 5 આતંકીઓને મારી નાખ્યા છે. સેના અને આતંકીઓ વચ્ચે લડાઈ હજુ સુધી ચાલુ છે. મળતી જાણકારી અનુસાર હજુ પણ અહીં કેટલાક આતંકીઓ છુપાયેલા હોય શકે છે, જેની તપાસ સેના કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત આતંકીઓ સાથે કુપવાડામાં સેનાની લડાઈ ચાલી રહી છે.
આ પહેલા ગુરુવારે પણ આતંકીઓ ઘ્વારા સેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓ ઘ્વારા સેનાની પેટ્રોલિંગ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે જવાબો ઘાયલ પણ થયા હતા. ત્યારપછી વિદેશમંત્રાલય ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાને વર્ષ 2003 થી 2018 સુધી 1000 વાર યુદ્ધવિરામનું ઉલ્લંગન કર્યું છે.
પાકિસ્તાન તરફ થી સતત યુદ્ધવિરામનું ઉલ્લંગન કરવામાં આવી રહ્યું છે. એક તરફ જ્યાં પાકિસ્તાની રેંજર્સ યુદ્ધવિરામનું ઉલ્લંગન કરીને ભારતીય ચોકીઓ પર ગોળીબારી કરી રહ્યા છે, ત્યાં જ બીજી બાજુ ફાયરિંગની આડમાં આંતકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી









Click it and Unblock the Notifications
