મથુરાઃ અનિયંત્રિત કાર નહેરમાં પડતાં 10 શ્રદ્ધાળુઓનું મૃત્યુ

મથુરા નગરીમાં રવિવારે એક ગંભીર રોડ અકસ્માતમાં 10 લોકોનું મૃત્યુ થયું હતું.

મથુરા નગરીમાં રવિવારે એક ગંભીર રોડ અકસ્માતમાં 10 લોકોનું મૃત્યુ થયું હતું. ઝડપથી દોડતી ઇનોવા કાર અનિયંત્રિત થઇ નહેરમાં જઇ પડતાં આ અકસ્માત થયો હતો. આ ઘટનાનો ભોગ બનેલા તમામ લોકો બરેલીના રહેવાસી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તરવૈયાઓની મદદથી તમામ શબો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. મીડિયાના અહેવાલો અનુસાર ગાડીમાં સવાર થયેલા લોકો બાલાજીના દર્શન કરી પરત ફરી રહ્યાં હતા.

mathura accident

મથુરાના ફતેહપુર સીકરી પાસે આ ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાં આસપાસ ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા અને તેમણે અકસ્માતગ્રસ્ત લોકોને ગાડીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગાડીમાં સેન્ટ્રલ લોક હતું, જેને કારણે ગ્રામજનો તેમને ગાડીમાંથી બહાર ન કાઢી શક્યા. આ કારણે સૌ એકસ્માતગ્રસ્તોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

મૃતક લોકોના નામ આ મુજબ છે; મહેશ શર્મા, તેમની પત્ની દીપિકા શર્મા, પૂનમ શર્મા, હાર્દિક શર્મા, રિતિક શર્મા, રોહન, ખુશ્બૂ, હિમાંશી અને સુરભિ. આ સૌ એક જ પરિવારના સભ્યો છે. મૃતકમાંથી એક મહિલા દીપિકા પાસેના આધાર કાર્ડ પરથી તેમની ઓળખાણ થઇ શકી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X