For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIના કહેવાથી કાનપુર રેલવે ટ્રેક પર પ્રેશર કુકર દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો

મોતીલાલને આ કામ કરવા માટે 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રકમ શમસુલ હોદા નામના વ્યક્તિએ નેતે આફી હતી, જે આઇઆસઆઇનો એજન્ટ છે અને દિલ્હીમાં રહે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગત વર્ષે નવેમ્બરમાં કાનપુર પાસે ઇન્દોર-પટના એક્સપ્રેસ દુર્ઘટનામાં પાકિસ્તની ગુપ્ત એજન્સી આઇએસઆઇનો હાથ હોવાની વાત પાકી થતી જણાય છે. આ મામલની તપાસ કરી રહી પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. તપાસમાં વ્યસ્ત યુપી એટીએસ એ જણાવ્યું કે, મોતીલાલ પાસવાન નામના વ્યક્તિની પૂછપરછમાં જણાવ્યા મળ્યું છે કે, ટ્રેન ટ્રેકને ઉડાવવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇન્દોર-પટના એક્સપ્રેસ દુર્ઘટનામાં 150 લોકોનું મૃત્યુ થયું હતું. કાનપુરથી લગભગ 100 કિલોમીટર દુર આ દુર્ઘટના ઘટી હતી.

tarin accident

પ્રેશર કૂકરનો એક્સપોલ્ઝિવ ડિવાઇઝ તરીકે ઉપયોગ

મોતીલાલે જણાવ્યું કે, રેલવે ટ્રેકને ઉડાવવા માટે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇઝ (IED) તરીકે 10 લિટરના પ્રેશર કુકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોતીલાલ પાસવાન, ઉમાશંકર અને મુકેશ યાદવ નામના વ્યક્તિઓને આ અઠવાડિયે બિહારના ચંપારણ જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યા હતા. એટીએસના જણાવ્યા મુજબ પૂછપરછમાં તેમણે સ્વીકાર્યું હતું કે, આઇએસઆઇ એજન્ટના કહેવા પર તેમણે ભારતીય રેલવેને નિશાન બનાવ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું કે, એક વાર ફરીથી આ મામલાની તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવશે.

બિહારમાં પણ કર્યું હતું ષડયંત્ર

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનાની યોજના ઘડવાવાળા મોતીલાલને આ માટે 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રકમ તેમને શમસુલ હોદા નામના વ્યક્તિએ આપી હતી, જે આઇએસઆઇ નો એજન્ટ છે અને દિલ્હીમાં રહે છે. તેની સૂચના મળ્યા પછી જ બ્રજકિશોર ગિરી અને અન્ય લોકોએ રેલવે ટ્રેક પર IED લગાવ્યું હતું, જેનાથી આ દુર્ઘટના ઘટી. ધરપકડ કરાયેલા વ્યક્તિઓ પાસેથી એ પણ જાણવા મળ્યું કે, તેમને બ્રજકિશોરી દ્વારા પૈસા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે, આ પહેલા ચંપારણમાં નેપાળ બોર્ડર પાસેના રેલવે ટ્રેકને ઉડાવવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ એ યોજના સફળ ન થઇ શકી. એક પેસેન્જર ટ્રેન પસાર થતી હોય એ સમયે રેલવે ટ્રેક પર ધમાકો કરવાનો હતો, પરંતુ જેમને આ કોમ સોંપવામાં આવ્યું હતું તેમણે છેલ્લી ઘડીએ પીછે હઠ કરતાં યોજના નિષ્ફળ ગઇ. પોલીસે આગળ જણાવ્યું કે, શમસુલ હોદાના કહેવા પર ધરપકડ થયેલા લોકોએ બે વ્યક્તિની હત્યા કરી દીધી હતી, કારણ કે તેઓ યોજના અનુસાર ઓપરેશન પાર નહોતા પાડી શક્યા.

English summary
10 liter pressure cooker used as ied to blast Kanpur rail tracks by isi funding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X