મોહાલીમાં 48 કલાકમાં બનશે 10 માળની ઇમારત!

પંજાબના ઉપ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે મોહાલીના ઇન્ડસ્ટ્રિયલ એરિયા ફેઝ-1માં સિનર્જી કંપનીના 2600 વર્ગ ફૂટ જમીનમાં બની રહેલી આ ઇમારતનું લગભગ ગુરૂવારે સાંજે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને લગભગ સાત વાગ્યાની આસપાસ આ ઇમારતનો પહેલો માળ તૈયાર થઇ ગયો હતો.
શુક્રવારે બપોરે 3 કલાકે આ ઇમારતના છ માળ તૈયાર કરી દેવાયા હતા. આ ઇમારતને બનાવવામાં ઇન્જીનિયરો અને સુપરવાઇજરો સહિત કુલ 200 લોકો લાગેલા છે. ઇમારતને બનાવવા માટે ઉપયોગમાં આવનાર સામાનને પહેલા જ બનાવીને તૈયાર રખાયો હતો, હવે માત્ર તેને જોડવાનું કામ ચાલી રહ્યું છે. આજે શનિવારે સાંજે 7 વાગ્યા સુધી આ ઇમારતનું કામકાજ પૂરૂ થઇ જવું જોઇએ.












Click it and Unblock the Notifications
