રાધે માની આ 10 લીલાઓને ભાગ્યે જ તમે જાણતા હશો
નવી દિલ્હી: જે ક્યારેક સાધારણ મહિલા સુખવિંદર કૌર હતી, તે આજે રાધે માના નામે ઓળખાય છે. સુખવિંદર આજે લાખો-લાખો ભક્તોની રાધે મા બની ચૂકી છે. તે પોતાને દેવીનો અવતાર કહે છે, હંમેશા લાલ રંગના કપડામાં નવી દુલ્હનની જેમ શણગાર કરે છે.
જેને ભક્તો ખોળામાં લેવા માટે લાખોનું દાન કરે છે. જે ફિલ્મી ગીતો પર નાચે છે. હવે તે રાધે મા અનેક મુશ્કેલીઓ અને વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. રાધે મા પર અશ્લીલતા ફેલાવવાના અને દહેજ ઉત્પીડનના કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાધે મા સાથે જોડાયેલી અનેક વાતો આપે વાંચી હશે. પરંતુ આજે અમે એવા 10 રહસ્યો પરથી પડદો ઉંચકી રહ્યાં છીએ, જે અંગે પહેલા આપ નહીં જાણતા હોવ.

રાધે માના રહસ્ય
બધાં જ જાણે છે કે રાધે મા જાહેરમાં ક્યારેય નથી બોલતા. મુખ પર મૌન રાખીને હસતા રહેવું તે જ તેમની ઓળખ છે. આ અંગે તેમના વિરોધીઓ કહે છે કે તેમના ચૂપ રહેવાનું કારણ તેમનું અધુરૂં જ્ઞાન છે. પરંતુ જો ભક્તોનું માનીએ તો રાધે મા પર ભગવાનના આર્શિવાદ છે. ભગવાનના ઈશારાને તે સમજે છે, અને તેમના આ ઈશારાને માત્ર છોટી મા એટલે કે તેમની ખુબજ નીકટની સહયોગી જ સમજે છે.

શું છે રહસ્ય
રાધે મા આમ તો ચૂપ જ રહે છે પણ ભક્તોનું કહેવું છે કે તે બોલે છે. તેમનું પસંદગીનું પ્રવચન છે ભક્તી કરો. રાધે મા પર જ્યારે કાયદાનો ગાળિયો કસાયો ત્યારે તેમણે બોલવું પડ્યું હતુ.

રાધે માના રહસ્ય
રાધે માના હાથમાં લગભગ એક ફુટ લાંબુ ધાતુનું ત્રિશુળ હોય છે. ભક્તોના કહેવા મુજબ આ ત્રિશુળ થકી જ તે ભગવાનથી જોડાય છે. જ્યારે પણ તે ભક્તોની સામે આવે છે તેમના હાથમાં આ ત્રિશુળ અવશ્ય હોય છે.

રાધે માના રહસ્ય
ભક્તો જણાવે છે કે માઁ દુર્ગાને સમર્પિત મંગળવાર તેમને પણ પ્રિય છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ દિવસે તે ખાસ પૂજા કરીને મહાશક્તિશાળી બની જાય છે.

રાધે માના રહસ્ય
બાઈબલ અનુસાર લાલ રંગ પાપનો રંગ છે. જ્યારે ઉપનિષદ કહે છે કે લાલ રંગ દુનિયાદારી, જનુન, લાલસા, મહત્વકાંક્ષા, અને લડાઈનો હોય છે. ત્યાંજ આધુનિક જમાનાના ગુરૂઓ અનુસાર લાલ રંગ ભૌતિકવાદનો પ્રતિક છે. રાધે મા માટે લાલ રંગનું શું મહત્વ છે, તે તો નથી ખબર પણ એટલું ચોક્કસ કહી શકાય કે લાલ રંગ તેમના જીવનનો મહત્વનો રંગ છે. રાધે મા હંમેશા લાલ રંગના પોશાકમાં જ હોય છે.

રાધે માના રહસ્ય
રાધે મા પ્રસાદમાં કાંઈ પણ આપી શકે છે. રાધે મા પ્રસાદમાં કોઈને પણ પૈસા, કપડા, સોનું વગેરે આપી દે છે. પણ એક વાત એ છે કે એક પેંડો હંમેશા તે પોતાના મોંઢામાં મૂકે છે, અને પછી હથેળી પર તેને થૂંકી દે છે. અને આ જ તેમના ભક્તો માટે સૌથી મહત્વનો પ્રસાદ હોય છે.

જો તમારે રાધે મા
જો તમારે રાધે મા સુધી પહોંચવું છે તો તમારે રાધે માના બે નીકટના લોકો સુધી પહોંચવું પડશે. જેમાં એક છે છોટી મા છે, જે રાધે માના ગરદનના ઈશારાને સમજી લે છે. અને બસ આ ઈશારાને સમજીને ભક્તોને પ્રવચન આપે છે.

રાધે માના રહસ્ય
તમને જાણીને નવાઈ લાગશે કે મુંબઈના વાલકેશ્વર સ્થિત રાધે માના ઘરમાં રાધે માના ચરણોની છાપ લઈને તેને લાલ રંગમાં ફ્રેમ કરવામાં આવ્યા છે.

રાધે માના રહસ્ય
રાધે મા પાસે સ્ટાર્સની પણ શક્તિ છે. તેમના દરેક આયોજનો માટે નિયમિત રીતે ટીવી કલાકારોને બોલાવવામાં આવે છે. આ કલાકારો પણ તેમના આયોજનનો હિસ્સો બની જાય છે.

રાધે માના રહસ્ય
રાધે માની વેબસાઈટ પર સંપર્ક કરવા માટે જે બે નામ છે, તેમા છોટી મા સિવાય ટલ્લી બાબા પણ છે. ટલ્લી બાબા જ રાધે માને મળવા માટે ઈચ્છુક ભક્તોની પીછાણ કરે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
