કોલકત્તામાં 10 વર્ષીય બાકીને થયો ચીની ન્યુમોનિયા, જાણો દુર્લભ બિમારી વિશે
Chinese Pneumonia: કોલકત્તાના ઇન્ટીટ્યુટ ઓફ ચાઇલ્ડ હેલ્થમાં એક 10 વર્ષીય છોકરીમાં એક દુર્લભ પ્રકારનું ન્યુમોનિયા માઇકોપ્લાઝ્મા ન્યુમોનિયાનું નિદાન થયું છે. આ બિમારીને ચીની ન્યુમોનિયા પણ કહેવામાં આવે છે. દક્ષિણ કોલકત્તાના વાંસડ્રોનીના નિવાસી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ, તાવ અને ખાંસીની ફરિયાદ સાથે 25 ડિસેમ્બરના રોજ પાર્ક સર્કસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યારે હોસ્પિટલમાં બાળકીની તબીબી તપાસ કરવામાં આવી ત્યારે ડૉક્ટરોને માયકોપ્લાઝમા ન્યુમોનિયા રોગનું કારણ જણાયું. તેને ચીની ન્યુમોનિયા કહેવામાં આવે છે. કારણ કે, ગયા વર્ષે નવેમ્બરમાં ચીનમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના કારણે શ્વસન સંબંધી રોગનો મોટા પાયે પ્રકોપ જોવા મળ્યો હતો.

થોડા અઠવાડિયા પહેલા, AIIMS દિલ્હીના ડૉક્ટર્સને ઓછામાં ઓછા સાત દર્દીઓમાં આ ચેપ લાગ્યો હતો, જેમાં મોટાભાગે બાળકો હતા. કોલકાતાની હોસ્પિટલમાં સારવારથી બાળકનું સારું પરિણામ આવી રહ્યું છે.
ચીન સિવાય આ ન્યુમોનિયાને કારણે અમેરિકા સહિત અન્ય દેશોમાં શ્વસન સંક્રમણમાં વધારો થયો છે, અને કેટલાક લોકોના મોત પણ થયા છે. ખરાબ ફેફસાંવાળા વૃદ્ધ લોકો પણ તેના પ્રત્યે સંવેદનશીલ હોય છે.
10 વર્ષની છોકરીમાં ચીની ન્યુમોનિયા વિશે, ICH-કોલકાતાના બાળરોગના વડા પ્રોફેસર જયદેબ રેએ જણાવ્યું હતું કે, છોકરીની સ્થિતિ દવાઓથી સ્વસ્થ થઈ રહી છે અને તેને અત્યાર સુધી કોઈ સઘન સંભાળની જરૂર પડી નથી. તેમણે સમજાવ્યું હતું કે, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા એ બેક્ટેરિયા છે, જે મુખ્યત્વે શ્વસન સ્તરે નુકસાન પહોંચાડે છે, પરંતુ તે હૃદય, કિડની અને આંખો જેવા અન્ય અંગોને પણ અસર કરી શકે છે. આ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. સારી વાત એ છે કે, આ સંક્રમણ એન્ટીબાયોટીક્સને સારો પ્રતિસાદ આપે છે અને આ સમયે ગભરાવાની જરૂર નથી.












Click it and Unblock the Notifications
