જમીનની નીચે ધરબાયેલું છે 1000 ટન સોનું, 18 ઓક્ટોબરથી થશે ખોદકામ!
ઉન્નાવ, 12 ઓક્ટોબર: પુરાતત્વ વિભાગ(એએસઆઇ) દ્વારા ડૌડિયા ખેડાના અમર શહીદ રાજા રાવ રામબક્સ સિંહના કિલ્લામાં ધરબાયેલા ખજાનાની ખરાઇ કર્યા બાદ આ ખજાનાને નિકાળવા માટે 18 ઓક્ટોબરથી અત્રે ખોદકામ શરૂ થવાની સંભાવના છે. જમીનની નીચે દટાયેલા આ ખજાનામાં લગભગ 1000 ટન સોનું છે. જિલ્લા અધિકારી વીકે આનંદે કિલ્લામાં સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવાના નિર્દેશ આપી દીધા છે.
ઉન્નાવના બીઘાપુર તહસીલમાં બક્સર સ્થિત સિદ્ધ પીઠ ચંદ્રિકા દેવીની છત્ર છાયામાં સ્થિત ડોડિયા ખેડાના કિલ્લામાં ખજાનાની વાત સિદ્ધ સંત શોભન સરકારે જણાવી છે. બક્સરના એક કિલોમીટર દૂર આશ્રમમાં તેમણે ત્રણ માસ પહેલા સપનું જોયું હતું કે આ કિલ્લાની નીચે ખજાનો છૂપાયેલો છે. જેમાં 1857ની ક્રાંતિમાં અંગ્રેજી હુકુમતના મૂળીયા હલાવી નાખનાર ડોડિયા ખેડાના રાજા રાવ રામબક્સ સિંહના કિલ્લામાં ખજાનો દટાયેલો હોવાની વાત કહી હતી. સરકારે ત્રણ સપ્ટેમ્બરના રોજ જિલ્લા પ્રશાસનને પત્ર પાઠવ્યો, જે તેમના શિષ્ય ઓમજીએ જિલ્લાઅધિકારીને આપી, સાથે જ કેન્દ્રીય નાણામંત્રી અને કૃષિ મંત્રીને પણ ફેક્સ કરવામાં આવ્યો.

ઇતિહાસમાં આ ખજાનો અંગ્રેજોથી બચાવવા માટે છૂપાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. અત્રેના નગવા ગ્રામમાં ભાડાના મકાનમાં રહી રહેલા રાજાની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની પાસે બનારસના કોષાગારના અભિલેખો અનુસાર ચાર હજાર સુવર્ણ મુદ્રાઓ હતી.












Click it and Unblock the Notifications
