દેશમાં કોરોનાના મામલા 75 લાખની નજીક, ગત 24 કલાકમાં 1033 દર્દીનાં મોત

દેશમાં કોરોનાના મામલા 75 લાખની નજીક, ગત 24 કલાકમાં 1033 દર્દીનાં મોત

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે, સામાન્યથી લઈ ખાસ વ્યક્તિઓ પણ આ મહામારીથી અસરગ્રસ્ત થઈ છે, સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં પાછલા 24 કલાકમાં 61871 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 74,94,552 થઈ ગયા છે, મંત્રાલય મુજબ દેશમાં પાછલા 24 કલાકમાં 1033 લોકોના મોત થયાં છે, સાથે જ અત્યાર સુધી દેશમાં 65,97,210 લોકો કોરોનાથી ઠીક થઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધી મહામારીથી 1,14,031 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

દેશમાં કોરોનાનો કહેર

દેશમાં કોરોનાનો કહેર

ICMS મુજબ ભારતમાં 17 ઓક્ટોબર સુધી કોરોનાના કુલ 9,42,24,190 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 9,70,173 સેમ્પલ કાલે ટેસ્ટ કરાયાં હતાં. કોરોના વાયરસથી લડી રહેલ ભારતના દરેક નાગરિક કોરોના વેક્સીન આવવાનો આતુરતાથી ઈંતેજાર કરી રહ્યા છે જે વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને બે દિવસ પહેલા એક મોટી વાત કહી હતી, તેમણે કહ્યું કે નવા વર્ષની શરૂઆતની સાથે જ ભારતમાં કોવિડ 19 માટે રસી આવવાની ઉમ્મીદ છે.

એકથી વધુ સ્રોતથી દેશમાં રસી મળશે

એકથી વધુ સ્રોતથી દેશમાં રસી મળશે

ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની બેઠક દરમ્યાન ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે અમને પૂરી ઉમ્મીદ છે કે આગલા વર્ષના શરૂઆતમાં એકથી વધુ સ્રોતોથી દેશને રસી મળી જશે, દેશમાં વેક્સીનનું વિતરણ કેવી રીતે કરાશે તે દિશામાં અમારા વિશેષજ્ઞ વિચારી રહ્યા છે, ઉમ્મીદ છે કે જુલાઈ સુધી અમે દેશમાં 400-500 મિલિયન ડોસ વેક્સીન ઉપલબ્ધ કરાવી દેશની 20-25 કરોડ લોકોને વેક્સીન આપવાની ક્ષમતા રાખી શકશું.

શિયાળામાં બહુ સતર્ક રહેવાની જરૂરતઃ સ્વાસ્થ્ય મંત્રી

શિયાળામાં બહુ સતર્ક રહેવાની જરૂરતઃ સ્વાસ્થ્ય મંત્રી

સાથે જ તેમણે એમ પણ કહ્યું કે શિયાળામાં કોરોના ભયાનક રૂપ ધારણ કરી શકે છે, એવામાં બધાએ વધુ સાવધાની વરતવાની જરૂરત છે, એટલું જ નહિ આપણે તહેવારોની સીઝનમાં પણ સતર્કતા રાખવી પડશે, સૌકોઈએ માસ્ક પહેરવું અને લોકોથી દૂર રહેવાનું ફરજિયાત છે, હંમેશા ગરમ પાણીનું સેવન કરો, બહાર ખાવા-પીવાથી બચો અને આયુષ મંત્રાલયના નિર્દેશોનું પાલન કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X