For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસે તોડ્યા રેકૉર્ડ, એક દિવસમાં મળ્યા 1,03,558 નવા કેસ

દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોએ છેલ્લા બધા રેકૉર્ડ તોડી દીધા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોએ છેલ્લા બધા રેકૉર્ડ તોડી દીધા છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે નવા આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસની અંદર કોરોના વાયરસના 1,03,558 નવા દર્દી મળ્યા છે. આ દરમિયાન 52,847 દર્દી રિકવર થયા છે અને 478 લોકોના જીવ સંક્રમણના કારણે ગયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,25,89,067 અને મૃતકોની સંખ્યા 1,65,101 થઈ ગઈ છે. જો કે આમાંથઈ 1,16,82,136 દર્દી અત્યાર સુધીમાં રિકવર પણ થઈ ચૂક્યા છે.

coronavirus

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દૈનિક કેસોમાં સતત વધારો થવાથી કોરોના વાયરસના સક્રિય કેસ પણ વધીને 7,41,830 થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે પરસ્પર સામાજિક અંતરનુ પાલન કરવા સાથે-સાથે, બહાર નીકળતી વખતે અનિવાર્ય રીતે માસ્કનો ઉપયોગ કરો. આ સાથે જ આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે 45 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો કોરોના વાયરસની રસી જરૂર લગાવે. ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી 7,91,05,163 લોકોને કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

મહારાષ્ટ્રમાં કોહરામ મચાવી રહ્યો છે કોરોના વાયરસ

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. જો કે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. રવિવારે એકલા મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 57,074 નવા કેસ સામે આવ્યા છે. વળી, મુંબઈમાં પણ કોરોના વાયરસે કોહરામ મચાવ્યો છે. રવિવારે મુંબઈમાં કોરોના વાયરસના રેકૉર્ડ 11,163 નવા કેસ નોંધવામાં આવ્યા. કોરોના વાયરસની સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યા.

અમિત શાહ આજે આવશે છત્તીસગઢની સુકમા-બીજાપુર બૉર્ડર પરઅમિત શાહ આજે આવશે છત્તીસગઢની સુકમા-બીજાપુર બૉર્ડર પર

English summary
103558 New Coronavirus cases in last 24 hours in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X