આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરુ, 97,430 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા શરુ થઈ ગઈ છે.

અમદાવાદઃ રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા શરુ થઈ ગઈ છે. અમદાવાદમાં કુલ 12 ઝોનમાં 73 કેન્દ્રો, 3312 બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે. કુલ 97,430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30,493 અને વિજ્ઞાન પ્રવાહમાં 7,652 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે શહેર અને ગ્રામ્ય મળીને કુલ 348 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે.

gseb

અમદાવાદમાં ધોરણ 10માં 59,29ૃ85 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદના તમામ પરીક્ષા કેન્દ્રો અને ક્લાસરુમાં સીસીટીવી દ્વારા મોનિટરીંગ કરવામાં આવશ. શહેરમાં 348 સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવામાં આવશે. વળી, શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

આજે ધોરણની ભાષાની પરીક્ષા સવારે 10થી 1.15 વાગ્યા દરમિયાન યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્રની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા દરમિયાન યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા સવારે 10.30 વાગ્યાથી 1.45 વાગ્યા દરમિયાન યોજાશે. જ્યારે બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધી નામાંના મૂળ તત્વોની પરીક્ષા યોજાશે.

તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે. આ વર્ષે ધોરણ 10માં પહેલી વાર ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે. ધોરણ 10ના અંદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 4 લાખ 22 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલા ફોર્મ ભરાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X