For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝેર બન્યું મધ્યાહન ભોજન: 20ના મોત, બિહારમાં વિરોધ પ્રદર્શન

|
Google Oneindia Gujarati News

છપરા, 17 જુલાઇઃ બિહારના સારણ જિલ્લામાં એક સરકારી વિદ્યાલયમાં મંગળવારે મધ્યાહન ભોજન બાદ 20 બાળકોના મોત નીપજ્યાં છે જ્યારે 40થી વધુ બાળકો બિમાર પડ્યાં છે. સારણ જિલ્લાના દંડાધિકારી અભિજીત સિન્હાએ કહ્યું કે, મશરખના ઘરમસ્તી પ્રાથમિક વિદ્યાલયમાં મધ્યાહન ભોજન બાદ 20 બાળકોનાં મૃત્યુ થયા છે. તેમણે જણાવ્યું કે, 80થી વધુ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ આ દુર્ઘટનાને લઇને બિહારમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આી રહ્યાં છે અને અનેક ઠેકાણે તોડફોડ પણ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ વચ્ચે ભાજપ અને આરજેડી દ્વારા સાસન બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.

બાળકોના મોતથી નારાજ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સ્થાનિક પોલીસ મથકને ઘેરી લીધું છે. નારાજ લોકોએ શાળાના શિક્ષકો અને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીડિતના પરિજનોને બે-બે લાખ રૂપિયાની ઘોષણા કરી છે.

બપોરે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું

બપોરે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું

તેમણે શિક્ષામંત્રી પીકે શાહીને આ મુદ્દે ચર્ચા માટે બોલાવ્યા છે. બિહારમાં મધ્યાહન ભોજન યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદ મળતી રહી છે અને ખાદ્ય ગુણવત્તા પર સરકારી નિર્દેશની અવગણના કરવામાં આવી રહી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક વિદ્યાલયમાં મંગળવારે બપોરે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

બિમાર બાળકોને તાત્કાળ રૂપે હોસ્પિટલ લઇ જવાયા

બિમાર બાળકોને તાત્કાળ રૂપે હોસ્પિટલ લઇ જવાયા

ભોજન કર્યા બાદ તમામ બાળકોને ઉલ્ટી થઇ અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. બિમાર બાળકોને તાત્કાળ રૂપે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં 20 બાળકોનાં મૃત્યુ થયા હતા.

પરિવારજનોમાં માતમ

પરિવારજનોમાં માતમ

મધ્યાહન ભોજનની ખીચડી ખાવાથી મૃત્યુ પામનારા પરિવારજનોમાં માતમ છવાયો છે. બીજી તરફ બાળકોના મોતથી નારાજ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સ્થાનિક પોલીસ મથકને ઘેરી લીધું છે. નારાજ લોકોએ શાળાના શિક્ષકો અને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીડિતના પરિજનોને બે-બે લાખ રૂપિયાની ઘોષણા કરી છે.

કીટનાશક ભેળવેલું ભોજન ખાવાથી થઇ આ દશા

કીટનાશક ભેળવેલું ભોજન ખાવાથી થઇ આ દશા

મધ્યાહન ભોજનની ખતરનાક કહાણી અટકે તેમ જણાતું નથી. આ પહેલા પણ દેશના અનેક હિસ્સાઓમાંથી આવા સમાચાર આવતા રહ્યાં છે. બાળકોની સારવાર કરી રહેલા ડોક્ટર કેએન દુબેએ જણાવ્યું કે પીડિત બાળકોમાં જે લક્ષણ જોવા મળી રહ્યાં છે, તેનાથી લાગે છે કે કીટનાશક ભેળવેલું ભોજન ખાવાથી તેમની આ દશા થઇ છે. મૃત બાળકોનું ઝડપથી પોસ્ટમાર્ટમ કરીને તેમના પરિજનોને સોંપવા અને એમ્બ્યુલન્સથી તેમના ઘરો સુધી પહોંચાડવાના નિર્દેશ જિલ્લાધિકારીએ આપ્યાં છે.

નીતિશના રાજીનામાની માંગ

નીતિશના રાજીનામાની માંગ

આ ઘટના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ભાજપના નિશાના પર છે. ભાજપ નેતા શાહનવાજ હુસૈને નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી છે.

તેમણે શિક્ષામંત્રી પીકે શાહીને આ મુદ્દે ચર્ચા માટે બોલાવ્યા છે. બિહારમાં મધ્યાહન ભોજન યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદ મળતી રહી છે અને ખાદ્ય ગુણવત્તા પર સરકારી નિર્દેશની અવગણના કરવામાં આવી રહી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક વિદ્યાલયમાં મંગળવારે બપોરે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

ભોજન કર્યા બાદ તમામ બાળકોને ઉલ્ટી થઇ અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. બિમાર બાળકોને તાત્કાળ રૂપે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં 11 બાળકોનાં મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ભાજપના નિશાના પર છે. ભાજપ નેતા શાહનવાજ હુસૈને નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી છે.

મધ્યાહન ભોજનની ખતરનાક કહાણી અટકે તેમ જણાતું નથી. આ પહેલા પણ દેશના અનેક હિસ્સાઓમાંથી આવા સમાચાર આવતા રહ્યાં છે. બાળકોની સારવાર કરી રહેલા ડોક્ટર કેએન દુબેએ જણાવ્યું કે પીડિત બાળકોમાં જે લક્ષણ જોવા મળી રહ્યાં છે, તેનાથી લાગે છે કે કીટનાશક ભેળવેલું ભોજન ખાવાથી તેમની આ દશા થઇ છે. મૃત બાળકોનું ઝડપથી પોસ્ટમાર્ટમ કરીને તેમના પરિજનોને સોંપવા અને એમ્બ્યુલન્સથી તેમના ઘરો સુધી પહોંચાડવાના નિર્દેશ જિલ્લાધિકારીએ આપ્યાં છે.

English summary
As many as 11 students died and 80 others fell ill on Tuesday after consuming mid day meal served to them at a government primary school in Bihar’s Saran district, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X