બિહારમાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રેક્ટર-કારની ટક્કરમાં 11ના મોત, 4 ઘાયલ
બિહારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 4 લોકો ઘાયલ થયા છે.
બિહારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આ દૂર્ઘટના મુઝફ્ફરપુરના એનએચ-28 કાંતિ પોલિસ સ્ટેશન વિસ્તારમાં બની. જણાવવામાં આવી રહ્યુ છે કે હાઈવે પર ટ્રેક્ટર અને કારની જોરદાર ટક્કર થઈ હતી. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી. ઘટનાની માહિતી શનિવારે પોલિસે આપી છે. હાલમાં ઘટનાની વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.













Click it and Unblock the Notifications
