For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાન્યુઆરીથી 10 નહી, 11 આંકડાનો મોબાઇલ નંબર થઇ જશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mobile-key-pad
નવી દિલ્હી, 22 ઑક્ટોબર: નવા વર્ષથી એટલે કે જાન્યુઆરી મહિનાથી જો તમે નવું સીમ કાર્ડ લેશો તો તે 10 ની જગ્યાએ 11 આંકડાના નંબરવાળુ હશે. દેશ વધતી જતી મોબાઇલ ધારકોની સંખ્યાના કારણે આવુ થશે. કારણ કે 98 અને 99 નંબરની સીરીજવાળા નંબર લગભગ પુરી થવાને આરે છે. મળતી માહિતી મુજબ આવતા વર્ષ સુધી દેશભરમાં મોબાઇલ ઉપભોક્તાઓની સંખ્યા 100 કરોડને પાર કરી દેશે ત્યારે આવા સમયે નવા નંબરોની જાણકારી માટે આવી સિરિઝ શરૂ કરવી પડશે. દૂરસંચાર વિભાગે સરકારને આ પ્રસ્તાવ મોકલ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવમાં લખવામાં આવ્યું છે કે મોબાઇલ નંબર 10 ની જગ્યાએ 11 આંકડાનો હશે.

જો કે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી કે નવો નંબર કયો હશે અને આ નંબરની આગળ કે પાછળ શું લગાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવતા વર્ષ સુધી દેશભરમાં મોબાઇલ ઉપભોક્તાઓની સંખ્યા 100 કરોડને પાર કરી દેશે. માટે નંબરોની આગળ અથવા પાછળ એક આંકડો જોડવો જ પડશે ત્યારે જ નવા નંબરો જાહેર કરી શકાશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર જલદી જ આ પ્રસ્તાવને સ્વિકારશે અને સંભાવના છે કે આ જાન્યુઆરીમાં લાગૂ કરવામાં આવશે.

અનુમાન લગાવવામાં આવ્યું હતું કે વર્ષ 2030 સુધી દેશમાં 50 કરોડ મોબાઇલ ધારકો થઇ જશે પરંતુ આ આંકડો 21 પહેલાં એટલે કે 2009માં જ પાર કરી ગયો. હાલમાં દેશમાં લગભગ 60 કરોડ મોબાઇલ ધારકો છે અને તે સરેરાશ એક અથવા બે વધુ નંબરોનો ઉપયોગ કરી રહ્યાં છે. માટે કોઇપણ સંજોગોમાં સરકારને મોબાઇલ નંબરને 11 આંકડાનો કરવો પડશે.

English summary
India will face a 'number crunch' by the middle of next year. With a swelling subscriber base in the country, the Department of Telecommunications and Cellular Operators Association of India are fast looking at other options, including the use of 11-digit mobile numbers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X