આસારામ કેસમાં વધુ એકની મોત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આસારામ કેસમાં વધુ એકની મોત

આસારામ કેસમાં વધુ એકની મોત

યૌન શોષણના આરોપ હેઠળ જેલમાં બંધ એવા આસારામના કેસમાં વધુ એક મુખ્ય સાક્ષી એવા કૃપાલ સિંહ પર ભર બજારમાં ગોળી મારવામાં આવી. નોંધનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 9 સાક્ષીઓ પર આવા જીવલેણ હુમલા થઇ ચૂક્યા છે. બરેલી હોસ્પિટલમાં એડમિટ તેવા કૃપાલ સિંહની પીઠ પર ગોળી લાગી છે.

મુલાયમે IPS અમિતાભ ઠાકુરને

મુલાયમે IPS અમિતાભ ઠાકુરને "સુધરી" જવાની ધમકી આપી

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ અમિતાભ ઠાકુર નામના આઇપીએસ અધિકારીને સુધરી જવાની ધમકી ઉચ્ચારતા, આ અધિકારીએ આ મામલે લખનઉના હજરતગંજ પોલિસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ધમકાવાની ફરિયાદ નોંધાવી છે. વધુમાં તેમનો રેકોર્ડેડ ઓડિયો પણ સુપરત કર્યો છે.

મહારાષ્ટ્રના નાદંડેમાં મિડ ડે મિલ ખાઇ 100 બાળકો બિમાર

મહારાષ્ટ્રના નાદંડેમાં મિડ ડે મિલ ખાઇ 100 બાળકો બિમાર

મહારાષ્ટ્રના નાંદેડમાં આજે મિડ ડે મિલ ખાઇને 100 જેટલા બાળકોની તબિયત બગડતા બાળકોને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જે બાદ પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે.

ગો એરનું વિમાન એરોબ્રિઝથી અથડાયું

ગો એરનું વિમાન એરોબ્રિઝથી અથડાયું

મુંબઇથી ચેન્નઇ જઇ ગો એરનું વિમાન ચેન્નઇ હવાઇ મથક પર ઉતરતી વખતે એરોબ્રિઝ સાથે અથડાયું. જેના કારણે વિમાનનો એક હિસ્સો ક્ષત્રિગ્રસ્ત થયો છે. જો કે આ મામલે કોઇ જાનહાની નથી થઇ.

ગાયબ થયેલા ડોર્નિયર વિમાનનો કાટમાળ મળ્યો

ગાયબ થયેલા ડોર્નિયર વિમાનનો કાટમાળ મળ્યો

ચેન્નઇમાં એક મહિનાથી ગાયબ થયેલા તટરક્ષક બળના ડોર્નિયર વિમાનનો કાટમાળ સમુદ્રમાં 950 મીટર ઊંડાણથી મળી આવ્યો છે. જેને વધુ તપાસ માટે તમિલનાડુમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે આ પ્રસંગે તટરક્ષક બળે કહ્યું છે કે ઇતિહાસમાં પહેલી વાર તેવું બન્યું છે કે કોઇ ખોવાયેલા વિમાનનો કાટમાળ સમુદ્રમાં આટલા ઊંડેથી મળ્યો હોય.

હિમાચલ પ્રદેશમાં એક બસ ખાઇમાં પડી

હિમાચલ પ્રદેશમાં એક બસ ખાઇમાં પડી

શુક્રવારે, હિમાચલ પ્રદેશના રામપુરમાં એક ખાનગી બસ ખાઇમાં પડતા તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગિરી શરૂ કરવામાં આવી હતી.

અઝમેર બોમ્બ લાસ્ટના આરોપીને ફાંસી આપો

અઝમેર બોમ્બ લાસ્ટના આરોપીને ફાંસી આપો

શુક્રવારે, અજમેરની જાણીતી અજમેર શરીફની દરગાહ પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ અજમેર બોમ્બલાસ્ટના આરોપીને ફાંસી આપવાની માંગ સાથે કર્યું એક વિરોધ પ્રદર્શન.

રાજસ્થાનમાં ત્રણ માળનું મકાન પડતા અનેક લોકો દબાયા

રાજસ્થાનમાં ત્રણ માળનું મકાન પડતા અનેક લોકો દબાયા

શુક્રવારે, રાજસ્થાનના ભરતપુરમાં ભારે વરસાદ બાદ એક ત્રણ માળની મકાન જમીનદોસ્ત થતા લોકોએ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર નીકાળવાનો બાચવ કાર્યક્રમ કર્યો.

પટનામાં વિધાન પરિષદ ચૂંટણીમાં ભાજપની જીત

પટનામાં વિધાન પરિષદ ચૂંટણીમાં ભાજપની જીત

શુક્રવારે, પટનામાં ભાજપની એનડીએ સરકારના કાર્યકર્તાઓ બિહાર વિધાન પરિષદની ચૂંટણીમાં પોતાની જીતનો ઉત્સવ ઉજવી રહ્યા છે.

રત્નાગિરિમાં નારાયણ રાણે કર્યું વિરોધ પ્રદર્શન

રત્નાગિરિમાં નારાયણ રાણે કર્યું વિરોધ પ્રદર્શન

શુક્રવારે, રત્નાગિરિમાં ક્રોંગ્રેસ કાર્યકર્તાઓ અને ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ રાણેએ ખેડૂતોના વિવિધ મુદ્દોને લઇને એક ખેડૂત રેલીનું આયોજન કરી રાજ્ય સરકારની નિતિઓનો વિરોધ કર્યો હતો.

હુર્રિયત નેતાઓની ધરપકડ પર કાશ્મીરમાં તંગ વાતાવરણ

હુર્રિયત નેતાઓની ધરપકડ પર કાશ્મીરમાં તંગ વાતાવરણ

શ્રીનગરમાં હુર્રિયત નેતાઓની ધરપકડ બાદ પ્રદર્શન કારીઓએ પથરાવ કરતા પોલિસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં પોલિસ ટિયર ગેસ છોડી ભીડને હટાવી હતી. પ્રદર્શનકારીઓની માંગ હતી કે હુર્રિયત નેતાઓને છોડવામાં આવે.

પટનામાં લોજમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક મળ્યો

પટનામાં લોજમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક મળ્યો

શુક્રવારે, પટનાની ખેમનીચોકમાં એક ખાનગી લોંજમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન મળતા બોમ્બ સ્કવોડ ત્યાં પહોંચ્યું હતું.

મમતા બેનરર્જીની ઇફ્તાર પાર્ટી

મમતા બેનરર્જીની ઇફ્તાર પાર્ટી

શુક્રવારે, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તા ખાતે એક ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

 લંડનમાં વિરાટ અને અનુષ્કાએ વિમ્બલ્ડનની મેચ માણી

લંડનમાં વિરાટ અને અનુષ્કાએ વિમ્બલ્ડનની મેચ માણી

લંડનમાં ભારતના જાણીતા ક્રિકેટર વિરાટ કહોલીએ તેમની ગર્લફેન્ડ અનુષ્કા શર્મા સાથે વિમ્બલ્ડનની મેચ માણી. આ પ્રસંગે સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલી પણ હાજર હતા.

 દિલ્હી-એનસીઆરમાં વરસાદ કર્યું જળબંબાકાર

દિલ્હી-એનસીઆરમાં વરસાદ કર્યું જળબંબાકાર

છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદે દિલ્હી અને એનસીઆરમાં ઠેર ઠેર પાણી ભરાતા સામાન્ય જનજીવન ઠપ્પ થઇ ગયું છે. વધુમાં વાહનોને અવર જવર કરવા માટે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

વોલ્વો આંતરાષ્ટ્રિય હોકીમાં ભારતીય મહિલા ટીમનો સમાવેશ

વોલ્વો આંતરાષ્ટ્રિય હોકીમાં ભારતીય મહિલા ટીમનો સમાવેશ

2015માં યોજાનારી વોલ્વો આંતરાષ્ટ્રીય યુ-21 મહિલા ટુર્નામેન્ટ માટે ભારતની જુનિયર મહિલા ટીમનું સિલેક્શન થયું છે.

દિલ્હીમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે, વોકેથોન યોજાઇ

દિલ્હીમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે, વોકેથોન યોજાઇ

આજે, દિલ્હીમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો.

અમદાવાદની શુક્રવારની નમાઝ

અમદાવાદની શુક્રવારની નમાઝ

શુક્રવારે, અમદાવાદના સરખેઝના રોઝા ખાતે નમાઝ પહેલા કેટલાક મુસ્લિમ બિરાદરો ફુવારા પાસે હાથ પગ સાફ કરી રહ્યા છે.

પાણીમાં છઈ છબ છઇ કરતા બે મિત્રો

પાણીમાં છઈ છબ છઇ કરતા બે મિત્રો

દિલ્હીમાં પાછલા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે આ પાણીમાં છબછબિયા કરવાની મઝા આ બે લોકો કંઇક આ રીતે માણી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X