For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે મુસાફરો માટે જરુરી સમાચારઃ 24 મે સુધી રદ રહેશે 1100 ટ્રેનો, કોલસાની અવરજવર થઈ તેજ

કોલસા રેકની અવરજવરને સુવિધાજનક બનાવવા માટે 24 મે સુધી ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ રહેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આ વર્ષે માર્ચથી જ ભીષણ ગરમી શરુ થઈ ગઈ છે જેના કારણે વિજળીની માંગ ઝડપથી વધી અને એપ્રિલમાં જ કોલસાનુ સંકટ ઉભુ થઈ ગયુ. અમુક દિવસો પહેલા દેશના ઘણા પ્લાન્ટ એવા હતા જ્યાં માત્ર 2-3 દિવસનો જ કોલસો બચ્યો હતો. ત્યારબાદ રેલવે હરકતમાં આવ્યુ અને મુસાફર ટ્રેનોને રદ કરીને કોલસાવાળી ગાડીઓની અવરજવર વધારી દીધી. જેનાથી હવે કોલસાની રેકની અવરજવરમાં સુવિધા થઈ છે પરંતુ આના કારણે આવનારા અમુક દિવસો સુધી મુસાફર ટ્રેનોના પૈડામાં બ્રેક લાગેલી રહેશે.

1100 ટ્રેનો રદ

1100 ટ્રેનો રદ

કોલસા રેકની અવરજવરને સુવિધાજનક બનાવવા માટે 24 મે સુધી ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ રહેશે. એક્સપ્રેસ મેલ ટ્રેનો લગભગ 500 ટ્રિપ અને પેસેન્જર ટ્રેનોના 580 ટ્રિપ રદ કરવામાં આવી છે. રેલવેએ 29 એપ્રિલે જ દેશભરમાં ઓછામાં ઓછી 400 રેકની અવરજવરને સુવિધાજનક બનાવવા માટે 240 મુસાફર ટ્રેનોને રદ કરવાની ઘોષણા કરી હતી. જો કે, દેશના વિવિધ ભાગોમાં કોલસા ખાણ શ્રમિકોની હડતાળ હવે સરકારની ચિંતા વધારી રહી છે.

મેમાં ફરીથી વધશે માંગ

મેમાં ફરીથી વધશે માંગ

કેન્દ્ર સરકારને આશા છે કે મેમાં વિજળીની માંગ વધશે. આના કારણે તે ઈચ્છે છે કે વધુને વધુ કોલસાની સપ્લાય વિવિધ રાજ્યોના પાવર પ્લાન્ટને આપવામાં આવે. એક રિપોર્ટ મુજબ જે રાજ્યોમાં કોલસાના ભંડાર છે તેને છોડીને મોટાભાગના રાજ્યોમાં કોલસાનુ સંકટ છે.આમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય દિલ્લી, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશ છે. મહારાષ્ટ્રને પણ જલ્દી વિજળીની માંગમાં તેજીની આશા છે.

108 પ્લાન્ટમાં સ્થિતિ ચિંતાજનક

108 પ્લાન્ટમાં સ્થિતિ ચિંતાજનક

હાલના જ એક રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યુ કે 173 પાવર પ્લાન્ટમાંથી 108માં કોલસાનો સ્ટૉક ગંભીર રીતે નિમ્ન સ્તરે પહોંચી ગયો છે. જેનાથી તે માત્ર થોડા દિવસ માટે વિજળીની માંગને પૂરી કરવામાં સક્ષમ છે. જો કે, કેન્દ્ર સરકારનો દાવો છે કે કોલસાની ગાડીઓની સંખ્યા ઘણી વધારવામાં આવી છે. આવનારા અમુક દિવસોમાં સ્ટૉક બરાબર કરી દેવામાં આવશે.

English summary
1100 trains canceled till May 24, movement of coal accelerates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X