અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 112 ઈમિગ્રન્ટને ભારત પરત મોકલાયા, 33 ગુજરાતીઓ પણ સામેલ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી ઘૂષણખોરોને તેમના દેશમાં પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી બે વિમાન ભરીને લોકો અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. ત્યારે US એરફોર્સનું વિમાન112 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને લઈને અમૃતસર પહોંચ્યુ હતુ.

ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ હેઠળ દેશનિકાલ કરાયેલ આ ત્રીજો જૂથ છે. અગાઉ, બે અલગ અલગ ફ્લાઇટમાં 220 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારત મોકલવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની ધરપકડ પણ કરવામાં આવી છે.

અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે આ વિમાન આ બેચમાં 157 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પરત લાવવાાં આવશે, પરંતુ અપડેટ કરેલી યાદીમાં આ સંખ્યા 112 હતી.

illegalimmigrants-

જો કે, શનિવાર રાત્રે 116 ગેરકાયદેસર ઈમિગ્રન્ટસને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. આ ઈમિગ્રન્ટસને ભરેલુ C-17 વિમાન અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યુ હતુ.

મળતી માહિતી મુજબ ડિપોર્ટ કરવામાં આવેલ ભારતીયોમાં હરિયાણાના 44, ગુજરાતના 33, પંજાબના 31, યુપીના 2, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 1-1નો સમાવેશ થાય છે. એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા પ્લેન આવતા જ દેશનિકાલ કરાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા બાદ આ તમામ ઈમિગ્રટન્સને એરપોર્ટથી બહાર આવવામાં 3થી 4 કલાક લાગ્યા હતા. જ્યારે હરિયાણાના લોકો માટે પોલીસ અધિકારીઓ વોલ્વો બસ લઈને પહોંચ્યા હતા. આ તરફ પંજાબ સરકારના અધિકારીઓ પણ બસને લઈને એરપોર્ટ પર પહોંચ્યા હતા.

આ ફ્લાઈટમાં વધુ 33 જેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. પહેલી ફ્લાઈટમાં 33 અને બીજી ફ્લાઈટમાં 8 ગુજરાતીને ડિપોર્ટ કરાયા હતા.

ટ્રમ્પ વહીવટીતંત્ર દેશની બહાર ગેરકાયદેસર રીતે રહેતા લોકોને બહાર કાઢવાની નીતિઓ હેઠળ ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા છે અથવા તેમના વિઝા સમાપ્ત થયા હોવા છતાં ત્યાં રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X