પંજાબના સંગરુરમાં હથિયારના 119 લાયસન્સ રદ, કેસ નોંધી કાર્યવાહી શરૂ કરાઈ!
પંજાબમાં વધતી ગુનાખોરી અને હથિયારોને લઈને પંજાબ સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. હાલમાં જ ભગવંત માન સરકારે જાહેરાત કરી હતી કે પંજાબના હથિયાર લાયસન્સની સમિક્ષા થશે.
પંજાબમાં વધતી ગુનાખોરી અને હથિયારોને લઈને પંજાબ સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. હાલમાં જ ભગવંત માન સરકારે જાહેરાત કરી હતી કે પંજાબના હથિયાર લાયસન્સની સમિક્ષા થશે. હવે પંજાબ સરકારે કાર્યવાહી શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર, હવે પંજાબના સંગરૂરમાં પ્રશાસને 119 જેટલા હથિયારના લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જતિન્દર જોરવાલે આ બાબતે માહિતી આપતા જણાવ્યુ કે, હથિયાર લાઇસન્સ ધારકોને નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ છે. તેમણે જણાવ્યુ કે,જિલ્લા પોલીસે 55 લોકોના શસ્ત્ર લાઇસન્સ રદ કરવાની ભલામણ પણ કરી છે, જેમની સામે પોલીસ કેસ નોંધાયેલા છે.
તેમણે આ બાબતે વધુમાં જણાવ્યુ કે, હથિયાર લાયસન્સ ધારકોના લાયસન્સ તપાસવા સબ-ડિવિઝન કક્ષાએ સમિતિઓની રચના કરવામાં આવી છે. આમાં સંબંધિત સબ-ડિવિઝનલ ડિવિઝનના એસડીએમ, ડીએસપી, તહસીલદાર અને સ્ટેશન હાઉસ ઓફિસરનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ તમામ લાયસન્સની સંપૂર્ણ તપાસ કરે છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, સમિતિઓને પ્રાથમિકતાના ધોરણે તપાસ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા એસએસપી સુરેન્દ્ર લાંબાએ જણાવ્યુ કે, સોશિયલ મીડિયા પર હથિયારોનો પ્રચાર કરતા 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, જે કોઈ વ્યક્તિ લાયસન્સ પર નિર્ધારિત કરતાં વધુ હથિયાર રાખતી હશે તેનું શસ્ત્ર લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી ચાલુ છે. એસએસપીએ કહ્યું કે જિલ્લાના તમામ ગન હાઉસમાં હાજર હથિયારોના સ્ટોકની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ માટે એસપી અને ડીએસપીની ડ્યુટી લગાવી દેવામાં આવી છે. આ તપાસ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
