COVID 19 updates: દેશમાં 24 કલાકમાં કોરોનાના 12881 નવા કેસ, 101 લોકોના મોત

કોરોના સામે જંગ લડી રહેલ ભારત માટે રાહતના સમાચાર છે કે હવે સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાણો આંકડા.

COVID 19 updates: કોરોના સામે જંગ લડી રહેલ ભારત માટે રાહતના સમાચાર છે કે હવે સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય આરોગ્ય મંત્રાલયે પોતાની લેટેસ્ટ અપડેટમાં જણાવ્યુ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોનાના 12,881 નવા કેસ આવ્યા બાદ કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,09,50,201 થઈ. 101 નવા મોત બાદ કુલ મોતોની સંખ્યા 1,56,,014 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા હવે 1,37,342 છે અને કુલ ડિસ્ચાર્જ થયેલ કેસોની સંખ્યા 1,06,56,845 છે.

corona

દેશમાં કુલ 94,22,228 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલ આ અભિયાન માટે ભારતમાં રસીકરણ 9.06 મિલિયન ડોઝને પાર કરી ગયુ છે. સંયુક્ત રાજ્ય અમેરિકા(55.2 મિલિયન ડોઝ) અને યુકે (16.2 મિલિયન ડોઝ) બાદ ભારતનુ ત્રીજુ સ્થાન છે. જ્યારે ભારત રસીકરણ અભિયાન શરૂ થયે હજુ માત્ર 31 દિવસ જ થયા છે. 31 દિવસની સરખામણીમાં અમેરિકા અને યુકેમાં 60 દિવસથી વધુ સમયથી રસીકરણને પૂરુ કર્યુ છે. આ માહિતી મંગળવારે જાહેર કરવામાં આવી છે.

કેરળ અને મહારાષ્ટ્રમાં સક્રિય કેસ વધુ

આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે આ વખતે કેરળ અને મહારાષ્ટ્રમાં સક્રિય કેસ વધુ છે પરંતુ સ્થિતિ કાબુમાં છે. ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થયા બાદ 35 ટકાથી વધુ આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવી છે. જેમાં લક્ષદ્વીપ- 83%, ઓરિસ્સા - 50%, હરિયાણા - 50%, અંદમાન-નિકોબાર - 48%, રાજસ્થાન - 46%, ત્રિપુરા-45%, મિઝોરમ - 40%, તેલંગાના - 40%, આંધ્ર પ્રદેશ - 38%, કર્ણાટક - 35%, મધ્ય પ્રદેશ - 35% આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ 16 જાન્યુઆરીએ 3,374 વેક્સીનેશન સેશન કરવામાં આવ્યા હતા અને આજે 9000 કેન્દ્રો પર વેક્સીન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X