ભારતીય બિઝનેસમેનના પેટમાંથી નિકળ્યા 12 ગોલ્ડ બાર્સ
નવી દિલ્હી, 21 એપ્રિલઃ બિઝનેસમેને અસહ્ય દુઃખાવો ઉભો થતા દિલ્હી સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સારવાર કરતા ડોક્ટર અચંબામાં પડી ગયા હતા. સારવાર દરમિયાન ડોક્ટર્સને એ બિઝનેસ મેનના પેટમાંથી 12 ગોલ્ડ બાર્સ મળી આવ્યા હતા.
63 વર્ષીય બિઝનેસમેન વર્ષની શરૂઆતમાં દિલ્હીની હોસ્પિટલે પહોંચ્યો હતો અને તેણે ત્યાં હાજર ડોક્ટર્સને કહ્યું કે, તે પાણીની બોટલનું ઢાંકણુ ગળી ગયો છે અને તેને પોતાના શરીરમાંથી દૂર કરાવવા માગે છે. જ્યારે ડોક્ટર્સ તેની સર્જરી કરી રહ્યાં હતા ત્યારે તે દુઃખાવાની ફરિયાદ કરી રહ્યો હતો અને વોમિટિંગ કરી રહ્યો હતો. જ્યારે ડોક્ટર્સે તેની સર્જરી કરી ત્યારે તેઓ અચંબામાં પડી ગયા હતા.
ડોક્ટર્સે તેના શરીરમાંથી પાણીની બોટલના ઢાકણના બદલે 12 ગોલ્ડ બાર્સ કાઢ્યા હતા, દરેકનું વજન 33 ગ્રામ હતું. આ ઘટના બાદ ડોક્ટર્સ દ્વારા તેની જાણ કસ્ટમ ડિપાર્ટમેન્ટને કરવામાં આવી હતી. કસ્ટમ અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી છે અને ગોલ્ડને જપ્ત કરવામાં આવ્યું હતું. (photos: daily mail)

પાણીની બોટલનું ઢાંકણ ગળી ગયો
ડેલી મેઇલના અહેવાલ અનુસાર વરિષ્ઠ કન્સટલ્ટિંગ સર્જન સર ગંગા રામ હોસ્પિટલમાં ડો. સીએસ રામચંદ્રને કહ્યું કે, એ બિઝનેસમેન 7મી એપ્રિલે હોસ્પિટલ આવ્યો હતો અને તેણે પાણીની બોટલનું ઢાંકણ ગળી ગયો હોવાની વાત કરી હતી.

ડોક્ટર્સ અચંબામાં પડી ગયા
ડોક્ટર્સ તેની સર્જરી કરી રહ્યાં હતા ત્યારે તે દુઃખાવાની ફરિયાદ કરી રહ્યો હતો અને વોમિટિંગ કરી રહ્યો હતો. જ્યારે ડોક્ટર્સે તેની સર્જરી કરી ત્યારે તેઓ અચંબામાં પડી ગયા હતા.

ગોલ્ડ બાર્સ મળી આવ્યા
અમે જ્યારે તેના પેટનો એક્સરે કરાવ્યો ત્યારે અમને ઢાંકણ મળ્યું નહીં પરંતુ ગોલ્ડ બાર્સ મળી આવ્યા હતા. આ બાર્સ એકાદ નહીં પરંતુ 12 જેટલા હતા.

સોનાનું સ્મગલિંગ પણ વધી ગયું છે
આ બાર્સ ઘણા લાંબા સમયથી તેના પેટમાં હતા. જેના કારણે તેને બ્લીડિંગ થઇ રહ્યું હતું. ભારતમાં સોનાંનું ખાસ્સું વેચાણ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનાનું સ્મગલિંગ પણ વધી ગયું છે.












Click it and Unblock the Notifications
