બીજેપી સાંસદ શત્રુધ્ન સિંહા, પરેશ રાવલ અને મનોજ તિવારી
રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

નવી દિલ્હી
બુધવારે દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં એક જર્જરિત સાર્વજનિક શૌચાલયની ઇમારત પડી ભાંગતા રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે આ શૌચાલય લાંબા સમયથી બંધ હતું.

નવી દિલ્હી
બુધવારે આપ કાર્યક્રર્તાઓએ કેન્ડલ માર્ચ કરી, માંગણી કરી કે પાર્ટીમાં આંતરિક લોહશાહી હોવી જોઇએ અને સ્વયંસેવકોના મતદાન કરવાનો અધિકાર મળવો જોઇએ.

ઇમ્ફાલ
બુધવારે મણિપુરના ખવાઇરામબંધ બજારમાં થયો એક આઇઇડી બ્લાસ્ટ. જે બાદ સુરક્ષા કર્મીઓએ વિસ્તાર સીલ કરી તપાસ આદરી.

વારાણસી
વારાણસીમાં પોલિસ ફાયરિંગમાં એક વકીલની મૃત્યુ બાદ વકીલો અને પોલિસ આમને સામને આવી ગયા હતા. વકીલોએ પોલિસ પર પથ્થરબાજી કરી હતી.

નવી દિલ્હી
દિલ્હી સંવાદ 7 ના ઉદ્ધાટન સત્ર દરમિયાન વિેદેશ મંત્રી, સુષ્મા સ્વરાજે ASEAN(સાઉથ એશિયન નેશન્સ એસોશિયેશન)ના નેતા સાથે ફોટો માટે પોઝ આપ્યો.
|
આમ આદમી પાર્ટી
મેં આમ આદમી પાર્ટીને વોટ નથી આપ્યો

નવી દિલ્હી
અખિલ ભારતીય ક્રોંગ્રેસ કમિટીના મુખ્યાલયથી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના ઘર સુધી ક્રોંગ્રેસી નેતાઓએ રેલી નીકાળી હતી. જે બાદ મનમોહને ક્રોંગ્રેસની નેતા સોનિયા ગાંધીનું અભિવાદન કર્યું. નોંધનીય છે કે મનમોહન સામે કોયલા કૌભાંડ અંગે જે કેસ ચાલી રહ્યો છે તેના વિરોધમાં આ રેલી નીકળી હતી.

નવી દિલ્હી
'ગાંધીનું સ્વચ્છ અને સક્ષમ ભારત' નામના બે દિવસીય આંતરાષ્ટ્રિય સેમિનારનું ઉદ્દધાટન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યું. આ પ્રસંગે કેન્દ્રિય શહેર વિકાસ મંત્રી વૈકૈયા નાયડૂએ રાષ્ટ્રપતિને સ્મૃતિચિન્હ અર્પિત કર્યું.

નવી દિલ્હી
બીજેપી સાંસદ શત્રુધ્ન સિંહા, પરેશ રાવલ અને મનોજ તિવારી ગુરુવારે સાંસદની બહાર એકી સાથે જોવા મળ્યા.












Click it and Unblock the Notifications
