રાહુલે કહ્યું "સૂટ-બૂટ પહેરીને ફરે છે સૌથી મોટા ચોર"

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલે કહ્યું

રાહુલે કહ્યું "સૂટ-બૂટ પહેરીને ફરે છે સૌથી મોટા ચોર"

સંસદમાં આજે જમીન સંપાદન બિલ પર બીજેપી પર વરસતા ક્રોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ સરકાર ગરીબોની જમીન તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપવા માગે છે. જો બન્ને સદનમાં આ બિલ પસાર થઇ પણ જશે તો અમે રસ્તા પર ઉતરી જઇશું પણ આ બિલને પસાર નહીં થવા દઇએ.

ઉત્તર અને પૂર્વ ભારતમાં 7.1 તીવ્રતાનો ભૂંકપ

ઉત્તર અને પૂર્વ ભારતમાં 7.1 તીવ્રતાનો ભૂંકપ

આજે બપોરે 12.35 વાગે ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં ધરા ધ્રુજતા લોકોમાં દોડધામ થઇ ગઇ. દિલ્હી, પશ્ચિમ બંગાળ, જયપુર, લખનઉ, રાજસ્થાન અને ઝારખંડ તથા ઉત્તરપ્રદેશમાં લોકોએ ભૂંકપના ઝટકા અનુભવ્યા. 7.1 તીવ્રતા વાળા આ ભૂકંપે લોકોને રસ્તા પર લાવી દીધા.

કોલકત્તાની લોકલ ટ્રેનમાં બ્લાસ્ટ, 17 ઇજાગ્રસ્ત

આજે સવારે કોલકત્તાની બૈરકપુર-ટીટાગઢ લોકલ ટ્રેનમાં ઓછી તિવ્રતાવાળો બોમ્વ વિસ્ફોટ થયો જેમાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ બે જૂથોમાં ઝગડો થતા તેમણે એક બીજા પર દેશી બોમ્બ ફેંક્યા જેમાં આ દુર્ધટના થઇ. હાલ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

સ્મૃતિ ઇરાની પહોંચી અમેઠી જાણ્યા ખેડૂતોના હાલ

સ્મૃતિ ઇરાની પહોંચી અમેઠી જાણ્યા ખેડૂતોના હાલ

આજે કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાની અને કૃષિ રાજ્ય પ્રધાન સંજીવ બાલિયાન અમેઠીમાં કમોસમી વરસાદની માર વેઠી ચૂકેલી ખેડૂતોની મુલાકાત લઇ તેમની સમસ્યા સમજવાનો પ્રયાસ કરશે.

રાહુલે આપી સ્મૃતિ ઇરાની પર પ્રતિક્રિયા

રાહુલે આપી સ્મૃતિ ઇરાની પર પ્રતિક્રિયા

એક તરફ જ્યાં સ્મૃતિ ઇરાની અમેઠીમાં ખેડૂતોના હાલચાલ પૂછી રહી છે ત્યાં જ બીજી તરફ આ અંગે ક્રોંગ્રેસના ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સારું છે સ્મૃતિ ઇરાની અમેઠીમાં છે. કદાચ તેમના જવાથી ફૂડ પાર્કની યોજના પાછી આવી જાય.

બીજેપીએ ટ્રેન બ્લાસ્ટ મામલે સરકારને ઘેરી

બીજેપીએ કોલકત્તાની લોકલ ટ્રેનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ મામલે ત્રિણમૂલ સરકારનો ઉધરડો લીધો. ભાજપ નેતા એસ.એન. સિંહે આ મામલાની યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે "કેવી રીતે કોઇ ટ્રેનમાં બેસી એક બીજા પર બોમ્બ ફેંકી શકે. આ બધુ ઉપજાવી કાઢવામાં આવ્યું છે. "વધુમાં તેમણે સરકાર અને તેની ન્યાય વ્યવસ્થા પર પણ આશંકા વ્યક્ત કરી.

સંસદમાં થઇ ભાજપની સંસદીય પક્ષની બેઠક

આજે નવી દિલ્હીના સંસદ ભવનમાં ભાજપની સંસદીય પક્ષની બેઠક શરૂ થઇ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ કેન્દ્રીય પ્રધાનો સાથે પાર્ટીના સાંસદોએ પાર્ટીની રણનિતી પર ચર્ચા વિચારણા કરી.

દિલ્હી સરકારે ડીટીસી ડ્રાઇવરો પર લગાયો અસ્મા

જો કે દિલ્હીના પરિવહન મંત્રી ગોપાલ રાય DTCના ડ્રાઇવરોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે "જો તે કામ પર પરત ના ફર્યા તો તેમણે નોકરીથી હાથ ધોવા પડશે". જે જોતા આવનારા સમયમાં ડ્રાઇવરો અને સરકાર વચ્ચે વિવાદ વધી જાય તો નવાઇ નહીં.

શ્રીનગરમાં મહિલોઓએ ઘરેલું હિંસાનો કર્યો વિરોધ

શ્રીનગરમાં મહિલોઓએ ઘરેલું હિંસાનો કર્યો વિરોધ

સોમવારે શ્રીનગરમાં કાશ્મીરમાં વધી રહેલ ઘરેલું હિંસાના કિસ્સાના વિરોધમાં મહિલાઓએ યોજી ધરણા. રસ્તા પર પોસ્ટર લગાવી આ વાતનો કર્યો વિરોધ. વધુમાં સરકારથી પણ આ અંગે કડક પગલાં લેવાની કરી માંગ.

શંકાસ્પદ લશ્કરે તોઇબાનો ઓપરેટ પકડાયો

શંકાસ્પદ લશ્કરે તોઇબાનો ઓપરેટ પકડાયો

ઉત્તરપ્રદેશના બહરાઇચ જિલ્લામાંથી સંદિગ્ધ લશ્કરે તોઇબાનો ઓપરેટિવ ઇરફાન ખાનને ગત અઠવાડિયે દિલ્હીના સ્પેશ્યલ સેલ દ્વારા પકડવામાં આવ્યો હતો. ત્યારે, સોમવારે દિલ્હીમાં તેને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો.

પપ્પુ યાદવે કર્યું શક્તિ પ્રદર્શન

પપ્પુ યાદવે કર્યું શક્તિ પ્રદર્શન

સોમવારે, બિહારના મધેપુરામાં રાષ્ટ્રિય જનતા દળથી નિકાળેલા સાંસદ પપ્પુ યાદવે કર્યું શક્તિ પ્રદર્શન. મધેપુરામાં કિસાન હલ કુદાલ રેલી યોજી તેણે બતાવી પોતાની રાજકીય તાકાત.

"હર હાલ મેં લક્ષ કો પાના હૈ"

સોમવારે, ગુવાહાટીમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની ભરતી રેલીમાં દોડની પરીક્ષા આપી રહેલા યુવાનો.

એક ડૂબકી ઠંડકની

એક ડૂબકી ઠંડકની

અલ્હાબાદમાં કાળજાળ ગરમીથી બચવા નાના બાળકો ગંગા નદીમાં લગાવી રહ્યા છે ડૂબકી.

ટેન્શન લેવા જશે પેન્શન

ટેન્શન લેવા જશે પેન્શન

સોમવારે, મુંબઇમાં મુંબઇ પોલિસકર્મીઓ માટે યોજાયો લાફ્ટર થેરેપી સેશન. જેમાં મોટી સંખ્યામાં પોલિસકર્મીઓએ હાજર રહી માણ્યું હાસ્યને.

સ્લેફી વાળી ગૌહર ખાન

સ્લેફી વાળી ગૌહર ખાન

સોમવારે, જાણીતી મોડેલ અને બોલીવૂડ સેલેબ્રિટી ગૌહર ખાન પટિયાલા પહોંચી. જ્યાં તેમણે એક ફેન જોડે કંઇ આ અદામાં પડાવ્યો સેલ્ફી.

DTC ડ્રાઇવરોએ સ્ટાઇક પાછી ખેંચી

આજે દિલ્હીના પરિવહન મંત્રી દ્વારા ડીટીસી પર અસ્મા એક્ટ લગાવામાં આવ્યો. વધુમાં તેમને ત્રણ કલાકનું અલ્ટીમેટમ પણ અપાયું. જેના કારણે હવે ડીટીસી ડ્રાઇવરોએ પોતાની સ્ટ્રાઇક પાછી ખેંચી લીધી છે.

સ્મૃતિ ઇરાનીનો ખેડૂત યુનિયને કર્યો વિરોધ

અમેઠીમાં સ્મૃતિ ઇરાનીની યાત્રાનો કરવામાં આવ્યો વિરોધ. કિસાન યુનિયને કહ્યું કે કોઇને પણ અમારી પડી નથી ના ક્રોંગ્રેસને ના ભાજપને.

નેપાળમાં ફરી આવ્યો ભૂકંપ, આફ્ટશોકે ફેલાવ્યો ડર

આજે નેપાળમાં ફરી 7.4 તીવ્રતા વાળા ભૂકંપ નેપાળીઓને 25 એપ્રિલે આવેલા ભૂકંપની કડવી યાદો તાજા કરાવી લીધી. કાઠમાંડુંથી 80 કિલોમીટર દૂર કોડારીમાં છે, આ ભૂકંપનું એપીસેન્ટર. વધુમાં ભૂકંપ બાદ નેપાળમાં ચાર આફ્ટરશોક આવ્યા જેની તીવ્રતા પણ 6ની આસપાસ હતી. હાલ પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ઘટનામાં 4 લોકોની મૃત્યુ થઇ છે અને 12 જેવા લોકો ઇજાગ્રસ્ત થયા છે વધુમાં અમુક વિસ્તારોમાં ભૂખલન પણ થયું છે.

પશ્ચિમ બંગાળમાં ભૂકંપનો ફફડાટ

પૂર્વ ભારતમાં 7.1 તીવ્રતાવાળો ભૂકંપનો આંચલો અનુભવાતા, પશ્ચિમ બંગાળમાં સુલીગુરીમાં કોલેજની પરીક્ષા વિદ્યાર્થીઓએ ગાર્ડનમાં બેસીને આપી.

ઉત્તર પ્રદેશમાં બે લોકો ઇજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ભૂંકપના કારણે એક ઘર પડતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

દિલ્હીમાં આજે પણ બંધ રહેશે DTC બસો

દિલ્હીમાં આજે પણ બંધ રહેશે DTC બસો

દિલ્હીમાં ડીટીસી ડ્રાઇવરની હત્યાના કારણે પાછલા બે દિવસથી ડીટીસી ડ્રાઇવરો હડતાલ પર છે. જેના લીધે દિલ્હીના લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ બસ ડ્રાઇવરોની માંગ છે કે મૃતક ડ્રાઇવરના પરિવારને સરકાર વધુ વળતર આપે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X