વૈષ્ણોદેવી મંદીરમાં ભાગદોડ થતા 12 લોકોના મોત, પીએમ મોદીએ જતાવ્યુ દુખ, 2-2 લાખ વળતરની કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે (1 જાન્યુઆરી) માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે (1 જાન્યુઆરી) માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી પ્રત્યેકને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી છે. આ સિવાય પીએમ ફંડમાંથી ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે. આ સંખ્યા વધી પણ શકે છે. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે.આ ઘટના સવારે લગભગ 2.45 વાગ્યાની છે.

જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ પણ માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં માર્યા ગયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. એલજી મનોજ સિન્હાએ નાસભાગમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચવા પર કોણે શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. મેં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયજી સાથે વહેલી સવારે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગની દુર્ઘટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે માતા વૈષ્ણો દેવી મંદિરમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હૃદય ખૂબ જ દુઃખી છે. મેં આ સંબંધમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાજી સાથે વાત કરી છે. ઘાયલોને સારવાર આપવા માટે વહીવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.












Click it and Unblock the Notifications
