For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ATM ગેંગ એક્ટિવ, 12 લોકોએ 10 લાખ રૂપિયા ગુમાવ્યા

દિલ્હીમાં રહેતા લોકો માટે આ સમાચાર ખાસ છે. ખાસ એટલા માટે કે છેલ્લા થોડા દિવસોથી દિલ્હીમાં એટીએમ ફ્રોડના કેસમાં વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં રહેતા લોકો માટે આ સમાચાર ખાસ છે. ખાસ એટલા માટે કે છેલ્લા થોડા દિવસોથી દિલ્હીમાં એટીએમ ફ્રોડના કેસમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી એટીએમ ગેંગ દિલ્હીમાં સક્રિય બની છે. આ ગેંગ તમારી બચતને નુકસાન પહોંચાડી રહી છે. તમારી જાણકારી વિના તમારા ખાતામાંથી પૈસા કાઢી લે છે. પૂર્વ દિલ્હીના લગભગ 12 લોકોના ખાતાઓમાંથી 10 લાખ રૂપિયાથી વધુ રકમ કાઢી લેવામાં આવ્યા છે. આ લોકો એટીએમ કાર્ડની ક્લોનિંગ કરીને પૈસા કાઢી લે છે.

આ પણ વાંચો: ATM ફ્રૉડની નવી પદ્ધતિ, Aadhaar ની મદદથી ખાલી કરવામાં આવી રહ્યું છે તમારું ખાતું

દિલ્હીમાં ATM ગેંગ સક્રિય થઇ

દિલ્હીમાં ATM ગેંગ સક્રિય થઇ

છેલ્લા થોડા દિવસોમાં દિલ્હીમાં અલગ અલગ બેંક ખાતાધારકોના ખાતામાંથી 10 લાખ રૂપિયાથી વધુની રકમ કાઢી લેવામાં આવી છે. પૂર્વ દિલ્હીમાં, 12 આવા કેસો નોંધાયા છે, જ્યાં એટીએમમાં કાર્ડ ક્લોનિંગ દ્વારા ખાતાધારકોના ખાતામાંથી તેમની જાણકારી વિના પૈસા કાઢી લેવામાં આવ્યા છે. ખાસ કરીને લક્ષ્મી નગર ક્ષેત્રમાં ઘણા અલગ અલગ એટીએમમાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા. બીજી બાજુ જાણકારી વગર નોઇડા સહિત અન્ય સ્થળોથી પૈસા કાઢી લેવામાં આવ્યા હતા, જો કે કાર્ડ તેમની સાથે હાજર હતા. ફ્રોડે એટીએમ ક્લોનીંગ દ્વારા આ છેતરપિંડીને અંજામ આપ્યો.

આ બેંકના એટીએમનો સૌથી વધુ ઉપયોગ થયો

આ બેંકના એટીએમનો સૌથી વધુ ઉપયોગ થયો

એટીએમ ફ્રોડ માટે, મોટા ભાગના લોકોએ પંજાબ નેશનલ બેન્કના એટીએમનો ઉપયોગ કર્યો હતો. પોલીસને છેતરપિંડીની એવી 12 ફરિયાદો મળી છે, જ્યાં ખાતાધારકોએ છેલ્લીવાર પંજાબ નેશનલ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા. હવે પોલીસ આવા વિસ્તારોમાં તમામ એટીએમની તપાસ કરીને આવા લોકોની ઓળખ કરી રહી છે.

કેવી રીતે બચવું એટીએમ ગેંગથી

કેવી રીતે બચવું એટીએમ ગેંગથી

-આ પ્રકારના ફ્રોડથી બચવાનો સૌથી સરળ રસ્તો સાવચેત રહેવાનો છે. જો મશીનમાં કોઈ ગડબડ હોય તો, ભૂલથી પણ તે એટીએમનો ઉપયોગ પૈસા ઉપાડવા માટે કરશો નહીં.

-એટીએમ મશીનમાં હંમેશાં કોઈપણ વિચિત્ર અથવા ખોટા દેખાતા ફોન્ટ ચેક

- કાર્ડથી પેમેન્ટ કરતા સમયે કાળજીપૂર્વક સ્વાઇપ મશીનને જુઓ અને પછી સ્વાઇપ કરો.

-મશીન પર દેખાતા ગુંદર, ટેપ અથવા સ્ક્રેચના નિશાનથી સાવચેત રહો.

English summary
12 People Lost Rs 12 Lakh Due to ATM Scam in Delhi ATM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X