જમ્મુ કાશ્મીરમાં 86 દિવસમાં 10 આતંકી હુમલામાં 12 જવાનોએ જીવ ગુમાવ્યા, જાણો કેમ અચાનક વધી રહ્યાં છે હુમલા?
કલમ 370 હટાવીને કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ થયો હોવાના મોટા દાવા કરતી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કારણે સતત સેનાના જવાનો જીવ ગુમાવી રહ્યાં છે.
નરેન્દ્ર મોદી સરકારની નબળી નીતિને કારણે કાશ્મીરમાં સતત હુમલા વધી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 મહિનામાં 12 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યા છે.

કાશ્મીરમાં આતંકવાદ સતત માથું ઊંચકી રહ્યો છે. જમ્મુ ક્ષેત્રમાં ભારતીય સેના પર આતંકી હુમલા વધી રહ્યા છે. 15 જુલાઈ 2024ની રાત્રે જમ્મુના ડોડા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં કેપ્ટન બ્રજેશ થાપા અને સૈનિકો અજય સિંહ નારુકા અને રાજસ્થાનના ઝુંઝુનુના બિજેન્દ્ર સિંહ દૌરતા શહીદ થયા હતા.
ડોડાથી 55 કિલોમીટર દૂર ડીસાના ધોરી ગોટે વિસ્તારમાં જ્યાં આતંકવાદીઓએ ભારતીય સેના પર હુમલો કર્યો હતો. અહીં પર્વતની એક તરફ 200 ચોરસ કિલોમીટરનું ગાઢ જંગલ છે. જમ્મુમાં આતંકવાદી હુમલામાં વધારો થવાનું એક કારણ આ જંગલ પણ છે.
જમ્મુમાં આતંકવાદી હુમલામાં વધારો થવાનું એક કારણ એ છે કે કાશ્મીરમાં એટલા બધા સૈનિકો તૈનાત છે કે આતંકવાદીઓ કોઈ પણ કૃત્ય કરે તો મહત્તમ બે કલાકમાં માર્યા જાય છે. જમ્મુ છેલ્લા 20 વર્ષથી શાંતિપૂર્ણ રહ્યું તેથી અહીં સૈન્ય બળ ઓછું હતું. તેનો ફાયદો આતંકવાદીઓ ઉઠાવી રહ્યા છે.
જમ્મુમાં આતંકી હુમલાના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 86 દિવસમાં 10 આતંકી હુમલા થયા છે, જેમાં 12 સુરક્ષા જવાનો અને 10 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. પાંચ આતંકીઓ પણ માર્યા ગયા છે. પાંચ હુમલામાં આતંકીઓ નાસી છૂટ્યા છે.
જમ્મુમાં 86 દિવસમાં થયેલા મોટા હુમલા
15 જુલાઈ: ડોડામાં સૈનિકો પર આતંકવાદી હુમલો. જેમાં કેપ્ટન સહિત ચાર જવાન શહીદ થયા હતા.
જુલાઈ 8: કઠુઆમાં સેનાના જવાનો પર આતંકવાદી હુમલો. પાંચ જવાનો શહીદ થયા. આતંકવાદીઓ નાસી છૂટ્યા.
જુલાઈ 7: રાજૌરીમાં સુરક્ષા ચોકી પર ફાયરિંગ. આતંકીઓ ભાગી ગયા.
26 જૂન: ડોડામાં એક મોટી અથડામણમાં 3 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા.
12 જૂન: ડોડામાં હુમલો. પોલીસ કર્મચારીઓ ઘાયલ. આતંકવાદી ફરાર.
11 જૂન: કઠુઆમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. જવાન શહીદ.
જૂન 9: રાયસીમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદી હુમલો. 9ના મોતટ
4 મે: પુંછમાં એરફોર્સનો જવાન શહીદ થયો. પાંચ ઘાયલ. આતંકવાદી ફરાર.
28 એપ્રિલ: ઉધમપુરમાં ગ્રામ રક્ષકની હત્યા. આતંકવાદી ફરાર.
22 એપ્રિલ: રાજૌરીમાં સરકારી કર્મચારીને ગોળી મારી દેવામાં આવી.












Click it and Unblock the Notifications
