For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં મળ્યા કોરોના વાયરસના 12286 નવા દર્દી, 1.48 કરોડ લોકોને મૂકાઈ રસી

કોરોના વાયરસ સામે દેશમાં શરૂ થયેલ રસીકરણ અભિયાનના બીજા તબક્કા વચ્ચે મંગળવારે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સામે દેશમાં શરૂ થયેલ રસીકરણ અભિયાનના બીજા તબક્કા વચ્ચે મંગળવારે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસ સાથે જોડાયેલ આંકડા જાહેર કરીને બતાવ્યુ કે છેલ્લા એક દિવસનમાં સંક્રમણના 12286 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 12464 દર્દી રિકવર થયા છે અને 91 લોકોના જીવ સંક્રમણના કારણે ગયા. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસ વધીને 1,11,24,527 અને મૃતકોની સંખ્યા 1,57,248 થઈ ગઈ છે.

coronavirus

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધી દેશના અલગ અલગ રાજ્યોમાં 1,07,98,921 દર્દી કોરોના વાયરસથી રિકવર થઈ ચૂક્યા છે ત્યારબાદ સક્રિય કેસ 1,68,358 બચ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનનો બીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી દેશભરમાં 1,48,54,136 લોકોને કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

પીએમ મોદીએ લીધી વેક્સીન, કોરોના સામે અભિયાન તેજ

તમને જણાવી દઈએ કે સોમવારથી શરૂ થયેલ કોરોના વાયરસ રસીકરણ અભિયાનના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં વેક્સીનનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદીએ ભારત બાયોટેકની કોવેક્સીનની રસી મૂકાવ. વેક્સીન લીધા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'મે આજે એઈમ્સાં કોરોના વાયરસ વેક્સીનનો પહેલો ડોઝ લીધો. કોરોના વાયરસ સામે વૈશ્વિક લડાઈમાં આપણે મજબૂત બનવા માટે આપણા દેશના ડૉકટરો અને વૈજ્ઞાનિકોએ ખૂબ જ સીમિત સમયમાં જે રીતે કામ કર્યુ છે, તે ખૂબ જ ઉલ્લેખનીય છે. એવામાં લોકોને હું અપીલ કરુ છુ કે પોતાના વારો આવવા પર જરૂર લગાવો. આવો, સાથે મળીને ભારતને કોરોના મુક્ત કરાવીએ.'

ગુજરાત પંચાયત ચૂંટણી પરિણામ 2021: આપની જામનગરમાં જીતગુજરાત પંચાયત ચૂંટણી પરિણામ 2021: આપની જામનગરમાં જીત

English summary
12286 New coronavirus cases, 14854136 were vaccinated so far.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X