For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્નમાં શામેલ 128 લોકોમાંથી 47 કોરોના પૉઝિટીવ, કન્યાના પિતા સામે FIR, જઈ શકે છે જેલ

લોકો કોરોના કાળમાં નિયમોનુ પાલન કરવાની અપીલને અનદેખી કરી રહ્યા છે જેમનુ પરિણામ તેમણે ભોગવવુ પડી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

આખો દેશ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે, લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આ મહામારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટીંસીંગના નિયમોનુ પાલન કરો અને કોઈ પણ ભીડનો હિસ્સો બનવાથી બચો. પરંતુ તેમછતાં લોકો આ અપીલને અનદેખી કરી રહ્યા છે જેનુ પરિણામ તેમણે ભોગવવુ પડી રહ્યુ છે. કેરળના કાસરગોડ જિલ્લાના ચેંગલા પંચાયતના પિલાનકટ્ટામાં કોરોના કાળમાં લગ્નના કાર્યક્રમમાં 125 લોકોએ ભાગ લીધો. 17 જુલાઈએ લગ્નના આ કાર્યક્રમમાં જેટલા લોકોએ ભાગ લીધો હતો તેમાંથી 47 લોકોનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

128 લોકો લગ્નમાં થયા શામેલ

128 લોકો લગ્નમાં થયા શામેલ

રિપોર્ટ અનુસાર વર અને કન્યા પણ કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે. લગ્ન સમારંભમાં શામેલ બધા 128 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ બડિયુડુક્કા પોલિસે કન્યાના પિતા સામે કેરળ મહામારી રોગ ઑર્ડિનન્સ 2020 હેઠળ કેસ નોંધી લીધો છે. કાસરગોડ પ્રશાસનનુ કહેવુ છે કે કન્યાના પિતા સામે નિયમોનુ ઉલ્લંઘન કરવાના કારણે કેસ નોંધવામાં આવ્યો છે. જે લોક પણ નિયમોનુ ઉલ્લંઘન કરવાના દોષી જણાશે તેમને બે વર્ષની કઠોર સજા અને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

કન્યાના પિતા સૌથી પહેલા થયા સંક્રમિત

કન્યાના પિતા સૌથી પહેલા થયા સંક્રમિત

તમને જણાવી દઈએ કે કોરોના કાળમાં લગ્ન સમારંભમાં મહત્તમ 50 લોકોના શામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ તેમછતાં આ નિયમોને નેવે મૂકીને લગ્નમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કેસમાં કન્યાના પિતાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો કે જે સૌથી પહેલા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. મહત્વની વાત એ છે કે વર અને તેના પિતા થોડા મહિના પહેલા જ દુબઈથી કેરળ આવ્યા હતા.

નિષેધાજ્ઞા લાગુ

નિષેધાજ્ઞા લાગુ

જે લોકો પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે તેમને કહેવામાં આવ્યુ છે કે તે 14 દિવસ સુધી ઘરમાં હોમ ક્વૉરંટાઈનમાં રહે. જે લોકોમાં કોરોનાના લક્ષણ છે તેમને કહેવામાં આવ્યુ છે કે તે પોતાની પાસે પ્રાથમિક ચિકિત્સા કેન્દ્રનો સંપર્ક કરે. આ દરમિયાન કાસરગોડ, મંજેશ્વરમ, હોસદૂર્ગ, કુંબાલા અને નીલેશ્વરમ પોલિસ સ્ટેશન વિસ્તારમાં નિષેધાજ્ઞાને લાગુ કરી દેવામાં આવી છે. અહીં કોઈ પણ ગાડીને આવવા-જવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે કેરળમાં રોજ 20,000 કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે.

રાહુલ ગાંધીઃ ભલે મારુ રાજકીય કરિયર ખતમ થઈ જાય પરંતુ...રાહુલ ગાંધીઃ ભલે મારુ રાજકીય કરિયર ખતમ થઈ જાય પરંતુ...

English summary
128 people attended marriage 47 found coronavirus positive fir against bride's father.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X