For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં ચોમાસાનો ભારે વરસાદ, અત્યારસુધીમાં 13 લોકોની મૌત

ભારતના દક્ષિણ ભાગમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. ચોમાસાને કારણે ઘણા દક્ષિણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતના દક્ષિણ ભાગમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. ચોમાસાને કારણે ઘણા દક્ષિણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યા પર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેરળના અલગ અલગ ભાગોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 13 લોકોની મૌત થઇ ચુકી છે. રાજ્યના ઇડુક્કી, કોઝિકોડ, અલપુજ્જા, અને કુન્નર સહીત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. પ્રશાશન ઘ્વારા ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

heavy rain

સ્થાનીય પ્રશાશન અનુસાર છેલ્લા બે દિવસના વરસાદમાં લગભગ ડઝન જેટલા લોકોની મૌત થઇ ચુકી છે. જેમાંથી 2 લોકોની મૌત તિરુવલ્લમ અને બે લોકોની મૌત અલપુજ્જામાં થયી છે. કડિનમકુલમમાં એક રાહત શિવિર ખોલવામાં આવી છે. જ્યાં 10 પરિવારના 40 લોકોને શરણ આપવામાં આવી છે. મોટા ભાગના લોકોની મૌત નદીમાં આવેલા ઉફાન અથવા રસ્તામાં ઝાડ ઉખડી જવાને કારણે થયી છે. વરસાદને કારણે ઇડુક્કી, કોઝિકોડ, અલપુજ્જા, અને કુન્નર જેવા જિલ્લાઓમાં પાકને નુકશાન પહોંચ્યું છે.

કેરળના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદનો ટ્રેન સંચાલન પર પણ અસર પડ્યો છે. રેલવે ટ્રેક પર ઝાડ પડવાથી યાતાયાત સુવિધા પણ પ્રભાવિત થયી છે.

English summary
13 persons have died so far due to heavy rain in different parts of Kerala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X