નક્સલી હુમલામાં 6 જવાનો શહીદ થયા

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

દાંતેવાડ

દાંતેવાડ

છત્તીસગઢમાં એક પછી એક નક્સલી હુમલાઓ થઇ રહ્યા છે. સોમવારે નક્સલીઓએ એક એન્ટી લેન્ડમાઇન વાહનને ઉડાવી નાંખ્યું. ત્યારે જવાનો તેમાં ફસાયેલા ધાયલ સાથીને શોધી રહ્યા છે.

છત્તીસગઢ

છત્તીસગઢ

જવાનો એક ધાયલ સાથીને સારવાર માટે લઇ જઇ રહ્યા છે. નોંધનીય છે કે છત્તીસગઢના દાંતેવાડામાં થયેલા નક્સલી હુમલામાં અત્યાર સુધી 6 જવાનો શહીદ થયા છે અને 7 જવાનો ધાયલ છે.

ચેન્નઇ

ચેન્નઇ

સોમવારે બપોરે ચેન્નઇના બેસન્ટ નગરમાં એક શાળાની દિવાલ પડતા બે છોકરીઓનું મૃત્યુ થઇ છે. આ ધટના બાદ મૃતકોનો પરિવાદ આક્રંદ કરી રહ્યા છે.

બેલ્લુરધાટ

બેલ્લુરધાટ

સોમવારે, પશ્ચિમ બંગાળના બેલ્લુરધાટ ખાતે સરકારી નીતીઓનો વિરોધ કરી રહેલા સીપીઆઇ (એમ)ના કાર્યકર્તાઓ પર પોલિસે લાઠી ચાર્જ કર્યો.

ધર્મશાલા

ધર્મશાલા

સોમવારે, ધર્મશાલા નજીક એક ખાનગી બસ દુર્ધટના થતા ધાયલોને નજીકની જોનલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા.

મુંબઇ

મુંબઇ

થાણાના કાલ્વાના રહેવાસીઓ અને એનસીપી કાર્યકર્તાઓએ સોમવારે કોર્પોરેશન ઓફિસ સામે માટલા લઇને કાઢ્યો મોર્ચો.પાછલા બે મહિનાથી આ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાથી કંટાળી સ્થાનિકો કાઢ્યો મોર્ચો.

અલ્હાબાદ

અલ્હાબાદ

અલ્હાબાદના સ્વરૂપ રાની નેહરુ હોસ્પિટલના ડોક્ટરોએ સોમવારે કર્યું વિરોધ પ્રદર્શન. ઓડવોકેટ દ્વારા ડોક્ટરો પર હુમલો કરવાના વિરોધમાં સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ડોક્ટરો બેઠા ધરણા પર.

ખંડવા

ખંડવા

નર્મદા બચાવ આંદોલન અને આમ આદમીના કાર્યકર્તાઓએ મળીને ખંડવા પાસેના ગામમાં નદીમાં ઉભા રહીને નોંધવ્યો પોતાનો વિરોધ. નર્મદા પર ઓમકારેશ્વર ડેમ બંધાયા બાદ વિસ્થાપિતાને યોગ્ય વળતર ના મળતા તે લોકો વિરોધ પર ઉતર્યા છે.

અલ્હાબાદ

અલ્હાબાદ

સપા કાર્યકર્તાઓએ સોમવારે અલ્હાબાદમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની વિવાદાસ્પદ ટિપ્પણી અંગે વિરોધ પ્રદર્શન કર્યું.

બિકાનેર

બિકાનેર

આંબેડકર જયંતી નિમિત્તે બિકેનેરમાં ભિમરાવ આંબેડકરના પૂતળાને એક યુવક પાણીથી સાફ કરી રહ્યો છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

સોમવારે, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ, બીજેપી સાંસદ જગદમ્બિકા પાલ અને સુલભ ફાઉન્ડેશનના સંસ્થાપક બિન્દેશ્વર પાઠકે સુલભ સ્વયંસેવકો સાથે મળી ભોજન કર્યું. "અસ્પુશ્યતા નો મોર" નામના રાષ્ટ્રિય કાર્યક્રમ હેઠળ આ ભોજની વ્યવસ્થા કરવામાં આવી હતી.

બારામૂલા

બારામૂલા

બારામૂલાના પટ્ટન વિસ્તારમાં ચાલી રહેલ એક ભર્તી રેલીમાં એક કાશ્મીર યુવાન શારિરીક પરિક્ષણ દરમિયાન પોતાની છાતીનું માપ આપી રહ્યો છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

સોમવારે નવી દિલ્હીના આંતરાષ્ટ્રિય હવાઇમથક પર ભારતીય હોકી ટીમનું કરાયું સ્વાગત. 24 સુલ્તાન અજલન શાહ કપમાં કાંસ્ય પદક જીત્યા બાદ પરત ફરેલી ટીમનું કરાયું સ્વાગત.

કોલકત્તા

કોલકત્તા

કોલકત્તામાં હાલ ચાલી રહ્યો છે શિવ ગજંન ઉત્સવ. ચરક તરીકે પણ ઓળખાતા આ ઉત્સવમાં શ્રધ્ધાળુઓના પગને ઠંડક આપવા એક વ્યક્તિ પાણીનો ફુવારો રોડ પર કરી રહ્યો છે.

ભુવનેશ્વર

ભુવનેશ્વર

ઉડિયા નવ વર્ષ નિમિત્તે ઉજવાતા જ્હામુ તહેવારમાં ગ્રામીણ લોકો મંદિરમાં પગે લાગી રહ્યા છે. ભુવનેશ્વરના ગામોમાં આ દિવસે ખાસ અનુષ્ઠાન કરવામાં આવે છે.

શ્રીનગર

શ્રીનગર

સરસવના પીળા પીળા ખેતરો અને હિમાચ્છિત પહાડો. એટલે જ તો કાશ્મીર માટે કહેવાય છે કે દુનિયામાં ક્યાંક સ્વર્ગ છે તે અહીં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X