આંધ્ર પ્રદેશમાં ગોદાવરી પુષ્કર મેળામાં નાસભાગથી 22 ની મોત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આંધ્ર પ્રદેશમાં ગોદાવરી પુષ્કર મેળામાં નાસભાગથી 22 ની મોત

આંધ્ર પ્રદેશમાં ગોદાવરી પુષ્કર મેળામાં નાસભાગથી 22 ની મોત

આજે, આંધ્ર પ્રદેશમાં ગોદાવરી પુષ્કર મેળામાં અચાનક જ નાસભાગ થતા 22 લોકો કચડાઇને મરી ગયા. અને અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. જે બાદ હાલ બચાવ રાહત કામ શરૂ કરી ઇજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. વળી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ એલર્ટ જાહેર કર્યો છે.

મુલાયમની સામે પડનાર આઇજી અમિતાભને સસ્પેન્ડેડ કરાયા

મુલાયમની સામે પડનાર આઇજી અમિતાભને સસ્પેન્ડેડ કરાયા

સોમવારે મોડી રાતે ઉત્તર પ્રદેશ સરકારે પોલિસ મહાનિરીક્ષક અમિતાભ ઠાકુરને અનુશાસનહીનતા અને શાસન વિરોધી દ્રષ્ટ્રિકોણ રાખવા અને હાઇ કોર્ટના નિર્દેશોની નકારવાના આરોપો હેઠળ સસ્પેન્ડ કર્યા. વળી અમિતાભ પર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી વિરુદ્ધ સાર્વજનિક રીતે આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ પણ લગાવામાં આવ્યો. નોંધનીય છે કે અમિતાભે સોમવારે જ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ દ્વારા પોતાને ધમકી આપવાની ફરિયાદ પોલિસ સ્ટેશનમાં લખાવી હતી.

પાક.ને તેના સંધર્ષ વિરામનો જડબાતોડ જવાબ મળશે

પાક.ને તેના સંધર્ષ વિરામનો જડબાતોડ જવાબ મળશે

કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે ભારતીય સેના જમ્મુ- કાશ્મીર સીમા પર પાકિસ્તાન દ્વારા થઇ રહેલા સંધર્ષવિરામનો જડબાતોડ જવાબ આપશે. વધુમાં તેમણે પાક. દ્વારા આવી નાપાક હરકતો બંધ કરવાનું કહ્યું. સાથે જ વ્યાપમં કૌભાંડ પર તેમણે કહ્યું કે તેમણે શિવરાજની પારદર્શકતા પર વિશ્વાસ છે.

મોદી વિદેશ યાત્રા સંપન્ન કરી ભારત પરત ફર્યા

મોદી વિદેશ યાત્રા સંપન્ન કરી ભારત પરત ફર્યા

સોમવારે, રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 6 દિવસીય વિદેશ પ્રવાસ સમાપ્ત કરીને સ્વદેશ પરત ફર્યા.

આપ છે કંગાળ, કેજરીવાલે કરી દાનની અપીલ

આપ છે કંગાળ, કેજરીવાલે કરી દાનની અપીલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે પાર્ટીનો ફંડ પૂર્ણ થઇ ગયો છે. પાર્ટી ચલાવવા માટે નાણાંની સખત જરૂર છે. જે માટે તેમણે લોકોને દાન આપવાની અપીલ કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે સત્તામાં આવ્યા બાદ તેમનો ફંડ સમાપ્ત થઇ ગયો છે. અને તેમને નાણાંની સખત જરૂરીયાત છે.

તીસ્તા સીતલવાડના ઘર અને ઓફિસ પર CBIની રેડ

તીસ્તા સીતલવાડના ઘર અને ઓફિસ પર CBIની રેડ

સામાજીક કાર્યકર્તા તીસ્તા સીતલવાડની મુંબઇ સ્થિત ઓફિસ અને ઘર પર આજે સીબીઆઇએ રેડ પાડી. નોંધનીય છે કે તીસ્તા પર વિદેશી ફંડિગને પર્સનલ વપરાશ માટે વાપરવાનો આરોપ છે.

IPL

IPL

IPLની છઠ્ઠી સિઝનમાં થયેલા ભષ્ટ્રાચાર અને સ્પોટ ફિકિસંગ મામલે લોઢા કમિટીએ શ્રીનિવાસનના જમાઇ મય્યપન અને રાજસ્થાન રોયલ્સના સહ માલિક રાજ કુંદ્રા પર આજીવન પ્રતિબંધ) અને ચેન્નઇ સુપરકિંગ્સ પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં કમિટીએ સ્વીકાર્યું છે કે મયપ્પને નિયમોની સાથે બાંધછોડ કરી છે.

ઇદમાં હુર્રિયત નેતાઓને તો બોલાવાના જ હોયને!

ઇદમાં હુર્રિયત નેતાઓને તો બોલાવાના જ હોયને!

નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચઆયુક્તે ફરી એક વાર જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓને આમંત્રણ મોકલી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 21 જુલાઇએ પાકિસ્તાન ઉચ્ચઆયુક્ત દ્વારા આયોજીત કરવામાં આવેલ ઇદ મિલન સમારંભમાં હાજરી આપવા માટે આ અલગાવવાદી નેતાઓને અબ્દુલ બસિતે આમંત્રિત કર્યા છે. વધુમાં પોતાના આ નિર્ણયને તેમણે એક સામાન્ય પગલું ગણાવ્યું છે.

ટીવી એક્ટ્રેસના ચેન્જીંગ રૂમમાં કેમેરો

ટીવી એક્ટ્રેસના ચેન્જીંગ રૂમમાં કેમેરો

મુંબઇમાં એક ટીવી એક્ટ્રેસના ચેન્જીંગ રૂમમાં તેના જ કોસ્ટ્યૂમ અસિસ્ટેન્ટ અંસારી દ્વારા કેમેરો મૂકી તેનો MMS બનાવવામાં આવી રહ્યો હતો. પણ એક્ટ્રેસની નજર પડતા મામલો સામે આવ્યો હતો. જે બાદ તેણે આ અંગે પોલિસમાં ફરિયાદ કરી.

જ્યારે એક બાળકે આપી શ્રદ્ધાજંલિ

જ્યારે એક બાળકે આપી શ્રદ્ધાજંલિ

સોમવારે, શ્રીનગરના સૂફી સંત નક્શબંધ સાહેબના શહીદોને શ્રદ્ઘાજલિ અર્પવામાં આવી હતી. ત્યારે પોલિસ યુનિફોર્મમાં આવેલ એક બાળક એક કબર પર પુષ્પાજંલિ અર્પી રહ્યો છે.

વૈષ્ણદૈવી જવાના રસ્તા પર ભૂસ્ખલન

વૈષ્ણદૈવી જવાના રસ્તા પર ભૂસ્ખલન

સોમવારે, ભારે વરસાદ બાદ વૈષ્ણદેવી જવાના કાત્રા- વૈષ્ણદેવી રસ્તા પર ભૂસ્ખલન થતા યાત્રીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી.

ચેન્નઇ-નશરી ટર્નલના અંતિમ પડાવનું ઉદ્ધાટન કર્યું ગડકરીએ

ચેન્નઇ-નશરી ટર્નલના અંતિમ પડાવનું ઉદ્ધાટન કર્યું ગડકરીએ

સોમવારે, જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવ પર ઉધમપુર ખાતે ચેન્નઇ-નશરી ટર્નલ પ્રોજેક્ટના છેલ્લા પડાવનું ઉદ્ધાટન કેન્દ્રિય ટ્રાન્સપોર્ટ, રોડ અને હાઇવે પ્રધાન નિતીન ગડકરીએ કર્યું.

હૈદરાબાદમાં હલીમ બનાવાની અનોખી સ્પર્ધા

હૈદરાબાદમાં હલીમ બનાવાની અનોખી સ્પર્ધા

સોમવારે, હૈદરાબાદમાં રમઝાન માસ દરમિયાન હલીમ બનાવાની એક અનોખી સ્પર્ધા યોજવામાં આવી. જેમાં મોટી સંખ્યામા લોકોએ ભાગ લીધો.

રમઝાનની સાંજે હૈદરાબાદના ચાર મિનાર

રમઝાનની સાંજે હૈદરાબાદના ચાર મિનાર

પવિત્ર રમઝાન માસમાં હૈદરાબાદની રોનક અને તાજમાજને દર્શાવતા ચાર મિનાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X