14 વર્ષની કિશોરી પર ચાર લોકોએ કર્યો બળાત્કાર, આશા વર્કર સાથે મળીને કરાવ્યુ અબોર્શન

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં 14 એક વર્ષની એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.

મહોબાઃ ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં 14 એક વર્ષની એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે આ ઘટનાને ગામના જ ચાર લોકોએ અંજામ આપ્યો હતો. સામૂહિક દુષ્કર્મ બાદ સગીરા પીડિતા પ્રેગ્નેન્ટ થઈ ગઈ. વળી, આરોપ છે કે એક આશા વર્કરે કિશોરીને ગર્ભપાતની ગોળીઓ આપી જે કથિત રીકે આરોપીઓ સાથે મળી ગઈ હતી.

sp

મહોબા જિલ્લાના શ્રીનગર પોલિસ સ્ટેશન ક્ષેત્રના આ કેસ છે. એસપી સુધા સિંહે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને જણાવ્યુ કે શ્રીનગર પોલિસ સ્ટેશનમાં રવિવારની સવારે એક કેસ સામે આવ્યો છે જેમાં 13-14 વર્ષની એક બાળકીએ આરોપ લગાવ્યો છે કે ગામના જ લગભગ 4 લોકોએ તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો છે. આ ઘટના ત્રણ મહિના પહેલાની બતાવાઈ રહી છે. જો કે આ કેસ ગેંગરેપ અને અન્ય કલમોમાં એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. એસપીએ જણાવ્યુ કે એફઆઈઆરમાં એ પણ નોંધવામાં આવ્યુ છે કે સામૂહિક બળાત્કારના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. જેનો ગર્ભપાત ગામની આશા વર્કરે કર્યો છે. જેના કારણે આશા વર્કરને પણ આરોપી બનાવવામાં આવી છે.

એક આરોપીને પકડીને જેલ મોકલી દેવામાં આવ્યો છે. અન્ય આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં આવશે. પોલિસે જણાવ્યુ કે ઘટનાનો ખુલાસો શુક્રવારે ત્યારે થયો જ્યારે સુશીલા નામની આશા વર્કર દ્વારા ગર્ભપાતની ગોળીઓ આપ્યા બાદ ગર્ભવતી થયેલી બાળકીની હાલત બગડી ગઈ. પોલિસને આપેલા પોતાના નિવેદનમાં પીડિતાએ આરોપ લગાવ્યો કે બીપી સિંહ, રામબાબુ સિંહ, રઘુ રાયકવાર અને શત્રુઘ્ન સિંહે તેની સાથે બળાત્કાર કર્યો હતો જ્યારે સુશીલા ગુનાને છૂપાવવાના ષડયંત્રનો હિસ્સો હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X