For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#AmbedkarJayanti : પીએમ મોદી અને રાહુલ ગાંધી આપી શ્રદ્ધાંજલિ

ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની 127મી જયંતી નિમિત્તે સંસદમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકંયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકરની શ્રદ્ધાંજલિ

|
Google Oneindia Gujarati News

દેશભરમાં આજે ભારતના સંવિધાનના નિર્માતા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની 127મી જયંતી ઉજવવામાં આવી રહી છે. સંસદમાં આયોજીત એક કાર્યક્રમમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકંયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, ભારતીય જનતા પાર્ટીના નેતા લાલ કુષ્ણ અડવણી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, વિપક્ષ નેતા મલ્લિકાઅર્જૂન ખડગેની હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડૉ. બી આર આમ્બેડકરની જયંતીની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

modi

નોંધનીય છે કે આ પ્રસંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી લાલ કૃષ્ણ અડવાણી વચ્ચે અનોખો સૌહાર્દ જોવા મળ્યો હતો. રાહુલ ગાંધી જ્યારે કાર્યક્રમમાં બેઠેલા લોકોને મળવા જઇ રહ્યા હતા ત્યાં લાલકુષ્ણ અડવાણી પણ હતા. તેમણે લાલ કૃષ્ણ અડવાણીને જગ્યા આપી હતી અને આગળ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાહુલ ગાંધી અડવાણીનો પક્ષ લેતા જોવા મળ્યા છે.

ત્યારે આંબેડકર જયંતી નિમિત્તે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું હતું કે ડૉ. બી.આર.આમ્બેડકરની જયંતીના અવસર પર હું પોતાના રાષ્ટ્રીય જીવનની આ મૂર્તિને સાદર નમન કરું છું અને તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. ડૉ. આમ્બેડકર બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા હતા જેનો આપણા સમાજ અને રાષ્ટ્ર પર આજે પણ પ્રભાવ છે અને હંમેશા રહેશે. તે એક શિક્ષાવિદ્દ અને અર્થશાસ્ત્રી, એક વિદ્વાન અને નીતિ શાસ્ત્રી, એક અસાધારણ વિધિવેત્તા સંવિધાન વિશેષજ્ઞ હતા. અને આ તમામથી ઉપર તે એક સમાજ સુધારક અને મહિલાઓને અચિત અવસર પ્રદાન કરનાર હતા.

English summary
14th April Ambedkar jayanti ramnath kovind, narendra modi,rahul gandhi parliament house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X