લોકોએ ઠંડા પાણીની મઝા માણી
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જમ્મુમાં કાળજાળ ગરમી, લોકોએ ઠંડા પાણીની મઝા માણી
જમ્મુમાં રણબીર કેનલમાં છબછબિયા કરીને જમ્મુ વાસીઓએ કાળજાળ ગરમીમાં ઠંડકની મઝા માણી.

સુષ્મા સ્વરાજના ઘરની સામે ક્રોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ક્રોંગ્રેસ કાર્યકર્તાઓએ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના રાજીનામાની માંગ સાથે આજે તેમના ઘરની સામે કર્યું વિરોધ પ્રદર્શન. તો બીજી તરફ આજ સવારથી જ પોલિસે સુષ્માના ઘરની સામે ચાંપતો પોલિસ બંદોવસ્ત ગોઠવ્યો હતો.

ક્રોંગ્રેસે કહ્યું સુષ્મા સ્વરાજ રાજીનામું આપે
રવિવારે, ક્રોંગ્રેસે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના રાજીનામાંની માંગ કરી. બ્રિટિશ અખબારમાં છપાયેલા એક લેખ મુજબ સુષ્મા સ્વરાજે આઇપીએલના પૂર્વ પ્રમુખ લલિત મોદીને દેશની બહાર મોકલવામાં મદદ કરી હતી. જે મુજબ ક્રોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સુષ્મા સ્વરાજને નૈતિક જવાબદારી ઉઠાવતા રાજીનામું આપવાની માંગ કરી.

આપે કહ્યું તે રીતે તો સુષ્માએ દાઉને પણ મદદ કરવી જોઇએ
આમ આદમી પાર્ટીના નેતા આશુતોષે, સુષ્મા સ્વરાજ પર આક્ષેપ કરતા કહ્યું કે દાઉદ અબ્રાહ્મ પણ ભારતીય છે. અને જો તેના પરિવાર સાથે પણ કંઇક થશે તો શું સુષ્મા સ્વરાજ તેને દેશની બહાર જવા માટે મદદ કરશે? નોંધનીય છે કે સુષ્મા સ્વરાજે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેમણે લલિતની મદદ માનવીય ધોરણો પર કરી હતી.

સુષ્મા સ્વરાજના પક્ષમાં ઉતર્યું કેન્દ્ર, સપા પણ આપ્યો સાથ
જો કે લલિત મોદીની મદદ મામલે ભાજપ પ્રમુખ અમિત શાહ અને કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સુષ્માના બચાવમાં કહ્યું કે તેમણે કંઇ ખોટું નથી કર્યું. વધુમાં નરેન્દ્ર મોદી જોડે પણ સુષ્મા સ્વરાજે બેઠક યોજી આ અંગે સ્પષ્ટતા આપી હતી. તો બીજી તરફ સમાજવાદી પાર્ટી પણ સુષ્માના માનવીય અભિગમ યોગ્ય ગણાવ્યું હતું.

ક્રોંગ્રેસે પીએમ પર નિશાનો સાંધતા કહ્યું "મોદીએ મોદીની મદદ કરી"
લલિત મોદીને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ દ્વારા મદદ કરવા મામલે હવે ક્રોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાંધ્યો છે. ક્રોંગ્રેસ પ્રવક્તા રણદિપ સિંહે કહ્યું કે ક્રોંગ્રેસને આ મામલે મોદીની ભૂમિકા પર પણ સંદેહ છે. વધુમાં તેમણે કાળા નાણાંને જોડે સરકારની નિતિઓ પર સવાલ ઊભો કર્યો છે.

અમેરિકામાં ગોળી મારીને હૈદરાબાદના યુવકની હત્યા કરાઇ
સાઇ કિરણ નામના હૈદરાબાદના વતની એવા એક યુવકની અમેરિકાના ફ્લોરિડામાં અજ્ઞાત હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. રવિવારે થયેલા આ પ્રકરણમાં સાઇના અંકલ શ્રવણ કુમારે કહ્યું કે હુમલાવરો સાઇનો ફોન ચોરવવા માંગતા હતા. જો કે આ અંગે હાલ ત્યાંની પોલિસે તપાસ હાથ ધરી રહી છે.

કેન્દ્ર સરકાર, 7.72 કરોડ લોકોને આપી મોટી ગીફ્ટ
BSNL ઉપભોક્તાઓને કેન્દ્ર સરકાર મોટી ભેટ આપી છે. આજથી બીએસએનએલ ઉપભોક્તાઓને ભારતભરમાં મફત રોમિંગની સુવિધા પ્રાપ્ત થશે. વન નેશન વન નંબર હેઠળ આ સુવિધા આપવામાં આવી છે. જેના ફાયદો BSNLના 7.72 કરોડ ઉપભોક્તાઓને થશે.

તોમરની પોલિસ રિમાન્ડ આજે પૂરી
નકલી ડિગ્રી મામલે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાનૂન પ્રધાન જીતેન્દ્ર તોમરના પોલિસ રિમાન્ડ આજે પૂરી થાય છે. જે અંગે આજે તેમને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે બાદ તેમની રિમાન્ડની અવધિ વધી પણ શકે છે. પોલિસનું કહેવું છે કે તોમર પૂછપરછમાં યોગ્ય સહાય નથી આપી રહ્યા.

રાષ્ટપતિ પ્રણવ મુખર્જીએ માણી શિમલાની ઠંડી હવા
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલ શિમલાના અધિકૃત પ્રવાસ પર છે. ત્યારે રાષ્ટ્રપતિએ શિમલામાં તેમના પરિવાર સાથે ત્યાંની સુંદરતાને માણી.

સુપ્રિમ કોર્ટે રદ્દ કરી AIPMT 2015ની પરીક્ષા
આજે સુપ્રિમ કોર્ટે પેપર લીક મામલે ઓલ ઇન્ડિયા પ્રિ મેડિકલ ટેસ્ટ (AIPMT) 2015ની પરીક્ષા રદ્દ કરી. વધુમાં કોર્ટે ચાર અઠવાડિયાની અંદર આ પરીક્ષા ફરી લેવાનું જણાવ્યું છે.

દિલ્હીમાં વન રેંક વન પેશન આંદોલન શરૂ
દિલ્હીના જંતર મંતર ખાતે સેવાનિવૃત્ત સતબીર સિંહની અધ્યક્ષતા હેઠળ ભૂતપૂર્વ સૈનિકો તેમની વન રેન્ક વન પેશનની માંગણી સાથે હડતાલ પર બેઠા. વધુમાં આ ભૂતપૂર્વ સૈનિકોએ માંગ કરી કે જો જલ્દી જ આ મામલે કોઇ પગલા નહીં લેવાય તો તે ભૂખ હડતાલ પર ઉતરશે.

માયાવતી: યોગ દ્વારા સાંપ્રદાયિકા ફેલાવાય છે.
રવિવારે, લખનઉમાં બસપા પ્રમુખ માયાવતી ભાજપ પર યોગના નામ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે 21 જૂનના કાર્યક્રમ દ્વારા ભાજપ સાંપ્રદાયિકતાનો ગંદી રમત રમવાનો પ્રયાસ કરી રહી છે. વધુમાં તેમણે મોદી સરકારના એક વર્ષને નિરાશા, ઉદાસી અને ખરાબ દિવસો ગણાવ્યા.

બાબા રામદેવે, હરિયાણાના મુખ્યમંત્રીને કરાવી પ્રેક્ટિસ
આજે, પંચકૂલામાં બાબા રામદેવ હરિયાણાના મુખ્યમંત્રી એમ.એલ. ખટ્ટરને યોગની પ્રેકટિસ કરાવી. નોંધનીય છે કે આંતરાષ્ટ્રિય યોગ દિવસ પહેલા બાબા રામદેવ મોટી સંખ્યામાં યોગ શિબિર યોજી લોકોને યોગ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

ભારત આવ્યા ચીનની નેશનલ પીપુલ્સ ક્રોંગ્રેસના અધ્યક્ષ
રવિવારે, દિલ્હીમાં ચીનની નેશનલ પીપુલ્સ ક્રોંગ્રેસની સ્થાઇ સમિતિના અધ્યક્ષ ઝાંગ દેજીઆંગ તેમની પત્ની જીન સુસેન સાથે ભારતની અધિકૃત વિદેશ યાત્રા હેઠળ દિલ્હીના આંતરાષ્ટ્રિય એરપોર્ટ પર પહોંચ્યા.

પટનામાં NSUIના કાર્યકર્તાઓ રોકી રેલ
રવિવારે, પટનામાં NSUIના કાર્યકર્તાઓએ રાજેન્દ્ર નગર ટર્મિનલ પર એક ટ્રેન રોકીને કેન્દ્ર સરકારની રેલ ટિકિટની ફી વધારાની નિતિનો વિરોધ કર્યો.

બીગ રન જમ્મુમાં લીધો હજારો લોકોએ ભાગ
રવિવારે, જમ્મુના ગુલશન ગ્રાઉન્ડમાં બીગ રન જમ્મુ નામની એક મેરેથોન દોડ યોજવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લઇ દોડ લગાવી.

ગુડગાંવમાં ક્રોસ કંટ્રી દોડ
રવિવારે, ગુડગાંવમાં ક્રોસ કંટ્રી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતની સાથે અન્ય દેશોના દોડવીરોએ પણ ભાગ લીધો હતો.

કેપ્ટન સૌરભ સિંહ કાલિયાને ન્યાય ક્યારે મળશે?
રવિવારે, દિલ્હીમાં માનવ અધિકારોના કાર્યકર્તાઓએ કેપ્ટન સૌરભ સિંહ કાલિયાનો ફોટો લઇને જંતર-મંતર ખાતે એક વિરોધ રેલી નીકાળી હતી. અને આ અંગે કેન્દ્ર અને કોર્ટને યોગ્ય ન્યાય કરવાની અપીલ કરી હતી.

મુંબઇગરોએ માણી ચોમાસાની મઝા
રવિવારે, ચોમાસાના કારણે હાઇ ટાઇટની મઝા માણી રહેલા કેટલાક મુંબઇગરોઓ.

અત્ર તત્ર સર્વત્ર પાણીનો હાહાકાર
પશ્ચિમ બંગાળના જલપાઇગુરીમાં પૂરીની પરિસ્થિતિ વણસી રહી છે. સર્વત્ર પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાયું છે. ત્યારે લોકો સુરક્ષિત સ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દિલ્હીમાં યોગ ડેની તડામાર તૈયારીઓ
રવિવારે, દિલ્હીમાં હાલ 21મી જૂને થનાર આંતરાષ્ટ્રિય યોગ દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે ભાગ લેનાર સહભાગીઓએ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોગનો પૂર્વઅભ્યાસ કર્યો હતો.

નાના ભૂલકાઓએ કર્યો યોગ
21મી જૂને થનાર આંતરાષ્ટ્રિય યોગ દિવસની પૂર્વતૈયારી રૂપે રવિવારે, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ સેશન કરવામાં આવ્યો. જેમાં નાના નાના ભૂલકાઓએ યોગ અભ્યાસ કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

રાભા આદિવાસીઓએ આગ પર નાચીને ઉજવ્યો બાઇખો ઉત્સવ
આસામના કામરૂપ જિલ્લામાં રાભા આદિવાસીઓએ બાઇખો ઉત્સવ દરમિયાન આગ પર નૃત્યુ કરીને દેવતાઓને સારો પાક અને લોકોને સારું સ્વાસ્થય આપવા માટે આભાર માન્યો.

Mumbai
મુંબઇમાં હાઇટાઇટની મઝા












Click it and Unblock the Notifications
