For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપને મોટો ઝાટકો, 1500 કાર્યકર્તાઓએ એક સાથે રાજીનામુ આપ્યું

ઉત્તરપ્રદેશના માઉ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જીલ્લાધ્યક્ષ દુર્ગવિજય રાયના વ્યવહારથી પરેશાન થઈને 1500 કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના માઉ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જીલ્લાધ્યક્ષ દુર્ગવિજય રાયના વ્યવહારથી પરેશાન થઈને 1500 કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. કાર્યકર્તાઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે જીલ્લાધ્યક્ષ ઘ્વારા અનેક વિભાગોમાં ખોટી રીતે પૈસાનો વ્યવહાર કર્યો છે.

Lok Sabha Elections 2019

ભારતીય જનતા પાર્ટીના જીલ્લાધ્યક્ષને હટાવવાની માંગ

વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાઓ ઘ્વારા પાર્ટીના જીલ્લાધ્યક્ષને હટાવવાની માંગ કરવામાં આવી છે. કાર્યકર્તાઓ ઘ્વારા કહેવામાં આવ્યું છે કે જો લોકસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવવી હોય તો કોઈ સાફ છબીના જીલ્લાધ્યક્ષને પાર્ટીની કમાન સોંપવી જોઈએ.

આ પણ વાંચો: સર્વેઃ યુપીમાં અખિલેશ-માયાવતી આગળ ફેલ થયુ 'મોદી મેજિક', મહાગઠબંધનને 51 સીટો

નારેબાજી કરતા પૂતળું પણ ફુક્યું

આપને જણાવી દઈએ કે કાર્યકર્તાઓ ઘ્વારા નારેબાજી કરીને ભારતીય જનતા પાર્ટીના જીલ્લાધ્યક્ષ દુર્ગવિજય રાયનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું. કાર્યકર્તાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી ભ્રષ્ટ જીલ્લાધ્યક્ષને નહિ હટાવવામાં આવે ત્યાં સુધી માઉ જિલ્લામાં કમળ નહીં ખીલી શકે. એટલા માટે લોકસભા ચૂંટણી જીતવા માટે તેમને હટાવવા ખુબ જ જરૂરી છે.

English summary
1500 bjp workers resigns in mau
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X