પાકિસ્તાને 24 કલાકમાં 3 વાર કર્યું સીઝફાયર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાકિસ્તાને 24 કલાકમાં 3 વાર કર્યું સીઝફાયર

પાકિસ્તાને 24 કલાકમાં 3 વાર કર્યું સીઝફાયર

પાકિસ્તાન દ્વારા ધૂસણખોરીના નાપાક.પ્રયાસને ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપ્યા બાદ પાકે પાછલા 24 કલાકમાં 3 વાર ફાયરીંગ કરી આંતરાષ્ટ્રિય સીમા નિયમોનું ઉલ્લંધન કર્યું છે. પૂંછ અને આરએસપુરામાં થયેલી આ ફાયરિંગમાં એક મહિલાની મોત થઇ છે અને ત્રણ ગ્રામીણો ઇજાગ્રસ્ત થયા છે. સાથે જ એક જવાન પણ ઇજાગ્રસ્ત થયો છે.

ફરી એક વાર મોદીની વારાણસી રૈલી રદ્દ

ફરી એક વાર મોદીની વારાણસી રૈલી રદ્દ

ફરી એક વાર વરસાદ મોદી અને વારાણસીની વચ્ચે આવ્યો છે. નોંધનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે જવાના હતા. જે માટે 9 કરોડના ખર્ચે મંચ પણ બનાવામાં આવ્યો હતો. પણ સતત વરસાદ બાદ છેવટે આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. જે પર સપા નેતા આઝમ ખાને મોદીની મજાક ઉડાવતા કહ્યું કે મોદીને હવે દિલ્હીથી જ બટન દબાવીને વારાણસીમાં ઉદ્ધાટન કરવું જોઇએ.

રાહુલ ગાંધી પહોંચ્યા રાજસ્થાન, કરશે પદયાત્રા

રાહુલ ગાંધી પહોંચ્યા રાજસ્થાન, કરશે પદયાત્રા

ક્રોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસીય રાજસ્થાન પ્રવાસ પર છે. જેમાં તે શ્રીગંગાનગર થી સૂરતગઢ સુધી પ્રવાસ કરશે. અને અહીંના લોકોની સમસ્યાને જાણવાનો પ્રયાસ કરશે. અને હનુમાનગઢમાં પદયાત્રા પણ કરશે.

આસામમાં પૂર, 155 ગામ પ્રભાવિત

આસામમાં પૂર, 155 ગામ પ્રભાવિત

અસમમાં પાછલા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ પડવાથી આસામમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. પૂરે આસામના 155 ગામોને પોતાની ઝપેટમાં લીધા છે. જેનાથી લગભગ 65 હજાર લોકો પ્રભાવિત થયા છે. ધેમાખી, લખીમપુર અને સોનિતપુરની સ્થિતિ અતિશય દયનીય છે. જો કે સરકાર દ્વારા બચાવ કામગિરી કરવામાં આવી રહી છે.

જમીન સંપાદન બિલ મામલે સુપ્રિમે મોકલી કેન્દ્રને નોટિસ

જમીન સંપાદન બિલ મામલે સુપ્રિમે મોકલી કેન્દ્રને નોટિસ

જમીન સંપાદન બિલને લઇને કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. વધુમાં સુપ્રિમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને નોટિસ મોકલી જવાબ માંગ્યો છે.

ભારતે યુદ્ધ વિરામનો મામલો ઉઠાવ્યો

ભારતે યુદ્ધ વિરામનો મામલો ઉઠાવ્યો

પાકિસ્તાન દ્વારા પાછલા બે દિવસથી જમ્મી કાશ્મીર વિસ્તારમાં કરવામાં આવી રહેલી ફાયરિંગ મામલે ભારતે પાકિસ્તાન સામે આ મુદ્દો ઉઠાવ્યો છે. ભારતના ઉચ્ચાયુક્ત ટીસીએ રાધવને ઇસ્લામાબાદમાં કહ્યું છે કે પાક. સેના દ્વારા કરવામાં આવી રહેલી આ કાર્યવાહી નિરાશાજનક છે. નોંધનીય છે કે આ ધટનામાં એક મહિલાની મોત પણ થઇ છે.

વિજેન્દ્ર બન્યા આઇબીસીના પહેલા પ્રોફેશનલ લાઇસન્સધારક

વિજેન્દ્ર બન્યા આઇબીસીના પહેલા પ્રોફેશનલ લાઇસન્સધારક

ભારતમાં પ્રોફેશનલ બોક્સીંગને પ્રમોટ કરવા માટે સ્થાપિત કરેલ ઇન્ડિયન બોક્સિંગ કાઉન્સીલના સ્ટાર બોક્સર વિજેન્દ્ર સિંહને પહેલી પ્રોફેશનલ લાઇસન્સ આપવામાં આવ્યું.

જમીન સંપાદન બિલ મામલે અન્ના હજારે કરશે આંદોલન

જમીન સંપાદન બિલ મામલે અન્ના હજારે કરશે આંદોલન

સામાજિક કાર્યકર્તા અન્ના હજારે હવે જમીન સંપાદન બિલ અને વન રેન્ક વન પેન્શન મુદ્દાને લઇને સરકાર પર દબાવ વધારવા 2 ઓક્ટોબરથી દિલ્હીના રામલીલા મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખહડતાલ પર બેસવાના છે. જે પર માહિતી આપતા અન્ના હજારે કહ્યું કે તેમણે મોદીને આ અંગે પત્ર પણ લખ્યો છે. ત્યારે જલ્દી જ આ મામલે કોઇ પગલા નહીં લેવાય તો તે ભૂખહડતાલ પર ઉતરશે.

મોદી એ કહ્યું કે આઇઆઇટી નહીં ભારતને આઇટીઆઇની જરૂર છે

મોદી એ કહ્યું કે આઇઆઇટી નહીં ભારતને આઇટીઆઇની જરૂર છે

બુધવારે, દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાને લોન્ચ કર્યું. આ પ્રસગે મોદીએ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન ડોક્યૂમેન્ટ પણ જાહેર કર્યો. આ પ્રસંગે મોદીએ કહ્યું કે ભારત વિશ્વની માનવ સંશાધન જરૂરિયાતોને પૂરી કરી શકવા સક્ષણ છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ દ્વારા 24 લાખ યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે.

થાણેની કેમિકલ ફેક્ટ્રરીમાં લાગી આગ

થાણેની કેમિકલ ફેક્ટ્રરીમાં લાગી આગ

બુધવારે, થાણેની એક કેમિકલ ફેક્ટ્રરીમાં લાગી ભીષણ આગ જે બાદ ફાયરબ્રિગ્રેડના અધિકારીઓ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચંદીગઢમાં થયો ગોજારા અકસ્માત

ચંદીગઢમાં થયો ગોજારા અકસ્માત

બુધવારે, ચંદીગઢમાં પટિયાલા-બન્નુર રોડ પર ઝડપથી આવતી ટ્રેકે આગળ જતી એસયુવીને કંઇક તેવી રીતે ફંગોળી કે તે આગળની કાર પર ચડી ગઇ.

મુંબઇમાં ક્રોંગ્રેસ અને એનસીપીએ નીકાળી રેલી

મુંબઇમાં ક્રોંગ્રેસ અને એનસીપીએ નીકાળી રેલી

બુધવારે, મુંબઇમાં ક્રોંગ્રેસ અને એનસીપીના સભ્યોએ ભાજપ અને શિવસેના વિરુદ્ધ આઝાદ મેદાનથી રાની બાગ સુધી મિલ કામદારોની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

કોલકત્તામાં વરસાદે શેરીઓને નદીઓમાં બદલી

કોલકત્તામાં વરસાદે શેરીઓને નદીઓમાં બદલી

બુધવારે, કોલકત્તામાં ભારે વરસાદ પડતા કોલકત્તામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. વધુમાં બસ અને ટ્રેન સેવા ખોરવાતા અનેક લોકોને પગપાળા જ તેમના ઘરે પહોંચવું પડ્યું હતું.

સરબનીએ મેળવ્યા એક સાથે 7 પદક

સરબનીએ મેળવ્યા એક સાથે 7 પદક

ચેન્નઇમાં આયોજીત આંતર રાજ્ય સીનિયર એથલેટિક્સ હરિફાઇમાં ભુવનેશ્વરની સરબનીએ વિવિધ હરીફાઇમાં એક સાથે 7 પદક જીત્યા.

શ્રીનગર વિશ્વ પ્રસિદ્ધ સિમ્ફનીએ કર્યું પ્રર્ફોમ

શ્રીનગર વિશ્વ પ્રસિદ્ધ સિમ્ફનીએ કર્યું પ્રર્ફોમ

બુધવારે, શ્રીનગરમાં વિશ્વ પ્રસિદ્ધ એર વોરીયર સિમ્ફની ઓર્કેસ્ટ્રાએ SKICCમાં એક સંગીત કાર્યક્રમમાં પોતાની મધુર ધૂનોથી લોકોને મંત્રમુગ્ધ કર્યા.

સલમાને,

સલમાને, "હિરો" ફિલ્મનું ટેલર લોન્ચ કર્યું

બુધવારે, સલમાન ખાને તેની આગામી ફિલ્મ હિરોનું ટેલર લોન્ચ કર્યું. ત્યારે આ ફિલ્મના લીડ રોલ સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટી સાથે સુનિલ શેટ્ટી અને આદિત્ય પંચોલીએ આ ફિલ્મને કરી હતી પ્રમોટ.

મિર્ઝાપુરની સરકારી સ્કૂલની કફોડી હાલત

મિર્ઝાપુરની સરકારી સ્કૂલની કફોડી હાલત

મિર્ઝાપુરની આ સરકારી સ્કૂલને સ્કૂલ કહેવી કે દુકાન કહેવી તે જ નથી સમજાતું. તેમ છતાં ભણવાની આશ સાથે આ નાના ભૂલકાઓ કંઇક આ મુશ્કેલ પરિસ્થિતિમાં અહીં ભણી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X