For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

16 મંત્રીઓને ધમકી: 26 જાન્યુઆરીએ થશે બોમ્બ વિસ્ફોટ, રોકી શકો તો રોકી લો

|
Google Oneindia Gujarati News

ઉદયપુર, 26 ડિસેમ્બર: ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આતંકવાદીઓ તરફથી ધમકીઓ મળવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. આતંકવાદી સંગઠન આઇએમે રાજસ્થાનના 16 મંત્રીઓને ધમકીભર્યો મેઇલ મોકલીને તેમને મોતનેઘાટ ઉતારવાની ધમકી આપી છે. ધમકી મેળવનારા રાજસ્થાન સરકારના 10 કેન્દ્રીય અને 6 રાજ્યમંત્રીઓ છે.

ધમકીભર્યો આ મેઇલ ઇન્ડિયન મુઝાહિદ્દીનના સભ્યએ મોકલ્યો છે. મેલમાં જણાવ્યું છે કે 'સંભાળીને રહેજો અમે 26 જાન્યુઆરીના રોજ આપનો મોટો ઝટકો આપવાના છીએ. જે કરી શકતા હોવ તે કરી લેજો, અમે આપને ચેતવણી આપીએ છીએ કે 26 જાન્યુઆરીના રોજ ઘણા બોમ્બ વિસ્ફોટ કરીશું, રોકી શકો તો રોકી લો.'

vasundhara
આ ધમકીભર્યા ઇમેલના પગલે રાજ્યની પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એંટી ટેરેરિસ્ટ સ્ક્વોડ મેઇલની સત્યતાની તપાસ કરી રહી છે. રાજસ્થાનના ડીજીપી ઓમેન્દ્ર ભારદ્વાજે જણાવ્યું કે તમામ મુખ્ય સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમણે જણાવ્યું કે લોકોએ ડરવાની કોઇ જરૂર નથી. રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે.

આતંકવાદીઓ ડરાવી રહ્યા છે કે દીશાવિહિન કરી રહ્યા છે?
26 જાન્યુઆરીના રોજ વિવિધ સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી માત્ર રાજસ્થાનના મંત્રીઓને જ મળી છે. આ સિવાય દેશના અન્ય કોઇ રાજ્યના કોઇ મંત્રીને આવો ધમકીભર્યો મેઇલ મળ્યો નથી. આનાથી એવા સવાલો પણ ઉદભવી શકે છે કે શું આતંકવાદીઓ માત્ર દેશને ભયભીત કરવા માગે છે? આથવા આતંકવાદીઓ દેશની પોલીસને ગેરમાર્ગે દોરવા માગે છે, તેઓની યોજના અન્ય રાજ્યમાં બ્લાસ્ટ કરવાની હોય અને તેમણે રાજસ્થાનના મંત્રીઓને ધમકીભર્યો મેઇલ કરીને સમગ્ર તંત્રને દિશાવિહિન કરી રહ્યા હોય. હવે જોવાનું એ રહ્યું કે દેશની પોલીસ આતંકીઓની ધમકીથી કેવી રીતે પાર પડી શકે છે.

English summary
16 ministers of rajsthan gets a threat email. All ministers are threatened that there will be serial blast in rajasthan on 26 jan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X